પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
જીવન દોરી

લાગ્યો, અને વિચાર્યું કે “શું હું ચાલ્યો જાઉં કે આ મનુષ્યની સાથે કંઇ બોલું ? હું એની પાસે જાઉં તો એ શું કરશે? પરમાત્મા જાણે કે એ કોણ છે, અને અત્રે આવા અંધકારમાં બેસીને શું કરે છે? હું ધારૂં છું કે અહીંયાંથી ચાલ્યોજ જાઉં. આવા નગ્ન ભીખારી જેવા પાસે જઈ મારે શું કરવું ? આમ વિચાર કરી તે પાછો ચાલવા લાગ્યો અને થોડેક છેટે ગયા બાદ પાછો ઉભો રહ્યો. અને પોતાના અંતઃકરણ સાથે વિચાર કરવા લાગ્યો: “અરે હું શું કરૂં છું? એક તદ્દન નગ્નાવસ્થામાં અને ગરીબ ભીખારી નીરાધાર મનુષ્યની નજીક થઈને કંઈ પણ લાગણી સિવાય હું ચાલ્યો જાઉં? શું મનુષ્ય જાતિને માટે મારા અંતઃકરણમાં કંઇજ લાગણી નથી ! ગરીબ અને નીરાધારને મદદ કરવી એ શું મનુષ્ય કર્તવ્ય નથી? જો એ મનુષ્યની ફરજ હોય તો મારી ફરજ છે કે તે મનુષ્ય પાસે જઇ તેને પુછ્વું કે તે કોણ છે, અને શું કરે છે.” નથુનું અંતઃકરણ તે મનુષ્યની આવી સ્થિતી જોઈ પ્રેમ અને દયાથી ઉભરાઈ આવ્યું અને હીંમત ધરીતે પેલા માણસ ભણી ચાલવા લાગ્યો.


પ્રકરણ ૨ જું.


નથુ હવે તે માણસની તદ્દન નજીક આવી પહોંચ્યો અને તેને બારીકાઇથી જોવા લાગ્યો. તે મનુષ્ય તદ્દન યુવાન અને મજબુત બાંધાનો હતો. તેના શરીર ઉપર કઈં પણ ઘા જેવું લાગતુ નહોતું. ફક્ત તે ભયભીત અને થડીથી અડકાઇ ગએલો લાગતો હતો તે નથુના તરફ દૃષ્ટિ પણ કરતો નહોતો. કેમ જાણે કે પોતાની આંખ ઉઘાડવાને પણ અશક્ત હોય. નથુ તેની એકદમ નજીક આવ્યો, અને એકાએક તે મનુષ્યને જાગૃત થઇ ગએલો અને ગંભીરતાથી પેાતાના તરફ જોતો જોયો, નથુના અંતઃકરણમાં તેને પોતાના તરફ અમી દૃષ્ટિથી જોતા જોઇ અત્યંત સ્નેહ ઉપજી આવ્યો, પોતે પહેરેલી જુની