પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘મારાં સ્વજનો’
૭૫
 

...ભાઈએ આજ્ઞા કરી : "અહીં આવ, અહીં."

પાસે જઈને મહારાજે કહ્યું : "કેમ, ...ભઈ ! શું કહો છો ? કહો."

"કેમ, પેલાં કોળાંઓને છોડાવી લાવે છે ને ?"

"તજવીજ તો કરું છું જ તો."

"તાકીદ કરજે. સયાજીરાવ મહારાજની કને પહોંચજે : રખે મહારાજા વિલાયત ચાલ્યા જાય !"

"એ પણ ગોઠવણ થઈ ગઈ છે, ભઈ !"

ઉપરાઉપરી આવા ઠંડા જવાબોથી ઉશ્કેરાઈ ગયેલા ...ભાઈથી જ્યારે અનુચિત દમદાટી ઉચ્ચારાઈ ગઈ ત્યારે મહારાજે હસીને સંભળાવ્યું :

"જુઓ, ...ભાઈ, તમારી અને મારી સ્થિતિ વચ્ચેનો ભેદ સમજો ! તમે હથિયાર બાંધીને ફરો છોઃ મારા હાથમાં તો લાકડી પણ નથી. તમે મોતથી પલ પલ ડરતા આ રિવોલ્વર, ઘોડો ને આ રક્ષકો રાખી ફરો છો; ત્યારે હું તો રાત ને દિવસ એક પણ સાથી વગરનો ચાલું છું. તમને ભય ને ફફડાટ છે; મને લેશ પણ નથી. મારી સરખામણીમાં તમારી દશા કેટલી દયાજનક છે તે તો વિચારો ! અને બીજી એક વાત તમારા ધ્યાનમાં નહોય તો ધ્યાન પર મૂકું : તમે જો ભૂલેચૂકેય મારા પર કદી હાથ ઉપાડ્યા છે ને, તો તે દા'ડે આ તમારા બે રક્ષકો શું કરશે - જાણો છો ? એ કોણ છે તે તો જુઓ ! પાટણવાડિયા છે. મારા પર હલ્લો થયે એ જોઈ નહીં રહે. એ તો મને રક્ષવા દોડશે, ...ભઈ ! વિચાર કરો. મને ન ડરાવો; તમારી નિરાધારતાને વિચારો."

લેવાઈ ગયેલ ...ભાઈ આ શ્બ્દોનો જવાબ આપ્યા વગર ઘોડો હંકારી ગયા. પણ આ ...ભાઈ તો એમના તમામ જાતભાઈઓમાં ભભૂકેલા પ્રકોપની એક પ્રતિનિધિમૂર્તિ હતા. બીજા એક ગામમાં જ્યારે મહારાજ પાટીદારોના ચોરા પાસે થઈને નીકળેલ, ત્યારે એક પાટીદાર ખુન્નસભેર એમના પર ધસી આવ્યો. એના હુમલાની મહારાજે શાંતિથી બરદાસ્ત કરી. બીજાઓ વચ્ચે પડી હુમલો કરનારને ઠપકો દેતા ખેંચી