પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
માણસાઈના દીવા
 

મૉત કરુણ બન્યું. એની દીકરીને બોરસદ પરણાવી હતી. જમાઈ અને મારતો હતો. એક વાર ધણીના મારથી ત્રાસીને એ બાપને ઘેર નાસી આવી. પાછળ દારૂમાં ચકચૂર જમાઈ તકરાર કરતો આવ્યા. ફૂલાએ કહ્યું: "હાળા કોળા! મારે છે મારી દીકરીને! જા, નથી મોકલતો”

જમાઈ કહે: "તું તારે દેજે તારી દીકરી ઢેડને, પણ મારી છોકરી તો લાવ."

ગાળાગાળી મચી. જમાઈએ સસરાને છૂરી ઘોંચી ખૂન કર્યું અને બાપના મોતનું વેર લેવા ફ્લાનો વચેટ દીકરો દેશલો બહાર પડ્યો બાપનો ચોરીનો કસબ એ બરાબર શીખ્યો હતો. તે કસબ પોતે ખેડવા લાગ્યો.

સાળા-બનેવી વચ્ચેનું આ વેર ટાળવાના યત્ન કરતા મહારાજે એક દિવસ દેશલાને મળવા તેડાવ્યો. નવાખલના કોતરમાં મહારાજ બેઠા છે. દેશલો આવ્યો. દારૂમાં ચકચૂર છેઃ કામઠા પર તીર ચડાવ્યું છે. મહારાજની સામે તાકતો તાકતો આવ્યો. આંખો લાલઘૂમ છે. આવીને મદોન્મત્ત સ્વરે પૂછે: “શું છે? કહો.’’

જરાકે વિચલિત થયા વગર મહારાજે કહ્યું: "અલ્યા દેશલા ! તારી આ દશા! તું દારૂ ઢીંચીને મારી કને આવે છે! ને આ તીર-કામઠું તાકે છે! બે અડબોત મારીને તારું આ બધુંય આંચકી લઉં તેમ છું, હાં કે! પણ જા, તારી સાથે વાત શી કરવી! જા, ચાલ્યો જા અહીંથી.”

વિકરાળ વાઘ-દીપડા જેવો દેશલો નીચું જોઈને ચાલ્યો ગયો. પછી એક લૂંટમાં એ પકડાયો, ત્યારે રઝળુ ઘેટાના ગોવાળ-શા મહારાજે જઈ ભાદરણની જેલમાં મેડા ૫૨ એને મળવા બોલાવ્યો. પૂછ્યું: ‘‘કાં દેશલા! ઓળખે છે?’’

દેશલે નકારતાં ડોકું ધુણાવ્યું.

“નથી ઓળખતો મને ?”

“ના”

“શાનો ઓળખે ! તે દિવસે તારા ઘેર તારા બાપા કને હું આવેલો,