પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નમું નમું તસ્કરના પતિને !
૯૫
 


તે વખતે તું કેવો હતો! પછી તે દિવસે નવાખલના કોતરમાં મને મળવા આવ્યો ત્યારે તું શું હતો! ને આજે શું છે! આજે તો તું બહેકીને મોટો બહારવટિયો બન્યો છે. આજે તું મને ઓળખે નહીં! પણ મને વહેલો ઓળખ્યો હોત ને, દેશલા, તો તારી આ દશા ન હોત.'

જવાબ વાળ્યા વિના દેશલો ચુપચાપ ચાલ્યો ગયો. એને 75-80 વર્ષની સજા પડી. પાછા હમણાં મહારાજ એને મળવા વડોદરાની મોટી જેલે ગયા. મુલાકાત મેળવી પૂછ્યું: ‘‘અલ્યા, તે દા’ડો ભાદરણની જેલમાં તો નહોતો ઓળખતોને!’’

દેશલો કહેઃ “મહારાજ! મેં તો ઓળખ્યા છતાં ના કહેલી.’’

‘શાથી?’’

“અમે ચોર-લૂંટારા કોઈને પણ ઓળખવાની ના જ કહીએ, કારણ કે નહીંત૨ એને જોખમ નડે.’

ચોરીના તત્ત્વવેત્તા ફૂલા વાવેચાનો દીકરો દેશલો મહારાજને પોતાના મિત્રના પુત્ર જેવો લાગ્યો. પોતે આ જુવાનને ન ઉગારી શક્યા

તેની ગ્લાનિ લઈને એ જેલમાંથી પાછા વળ્યા. [૧]


  1. * ત્યાર પછી જેલમાં જ દેશલાનું રોગથી મરણ થયું.