પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાબર દેવા
૧૩૭
 

શક્યો. છનાકાકાનું ખૂન કરીને નાઠો. બે વર્ષ છૂપો રહ્યો. પછી આવી બાબર જોડે ભળ્યો.

લૂંટોમાંથી લાગ મળે ત્યારે અલિયો બાબરિયાની રજા લેતો અને એનાં પગલાં હમેશાં … ગામની વાટે વળી જતાં. એ ગામની સીમમાં એક ખેતર હતું. ખેતરમાં કૂવો હતો. કૂવા પર એન્જિન-પંપ ચાલતો. એવી હરિયાળીવાળી એકાંતમાં એક મકાન હતું. આ મકાને અલિયાને માટે એક સ્ત્રી રાહ જોઈ રહેતી. એ હતી અલિયાની જુવાન ઓરત. એ સ્ત્રીને શરણું આપનારો આ મકાન અને ખેતરના માલિક અલિયાની લૂંટોમાંથી માતબર બનતો હતો, એવું એક અનુમાન છે.

આ આશ્રયદાતાને એક દિવસ જિલ્લાના હાકેમની સમક્ષ ખડા થવું પડ્યું. એનાં માલમિલકત જપ્ત થવાની અને એનું શરીર સળિયા પાછળ પૂરવાની ધમકી મળી.

“હા, સાહેબ !” માલિકે હાથ જોડ્યા : "અલિયાની વહુ જ છે. મારે ઘેર કામ કરે છે. કદાચ એ આવતો પણ હશે. હું પકડાવી આપીશ. પણ એથી તો મારા પર બાબરિયાનું મોટું વેર ઊભું થશે. એ કરતાં બીજો રસ્તો હું બતાવું ? અલિયો ખુદ બાબરિયાને જ પકડાવી આપે તો તમે અલિયાને છોડી દેશો ?”

વાત સાહેબને ગળે ઊતરી. થોડે દિવસે એ આશ્રયદાતાની મારફત છૂપી રીતે અલિયો જિલ્લાના હાકેમને સોંપાઈ ગયો.

સોંપાયા પછી પણ અલિયો તો ચારેક નવા સાથીદારોની ટોળી લઈ ભટકે છે, ચુનંદી નવી બંદૂક ફેરવે છે - અને એ તો નાનીમોટી લૂંટોયે કરે છે !

છતાં એને નથી જિલ્લાની પોલીસ અટકાવતી, નથી ગાયકવાડી સત્તા પકડતી, ને નથી પાડોશી રાજ્યો એને હાથ અડકાડતાં.

કંઈક વાતો વહેતી થઈ : અલિયાના નવા સાથીદારો તો પોલીસવાળા છે : એની નવી બંદૂકો તો આ કે તે લાઇસન્સદાર ગૃહસ્થોની માલિકીની છે : એને કોઈએ નથી પકડવાનો, એવો કોઈક 'સર્ક્યુલર'