પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તીવ્ર પ્રેમ
૧૮૭
 



પાડો પીનારી ચારણી !

મહી-સાગરને વેગળાં મૂકીને પાછા ચાલ્યા. વાલવોડ ગામે આવ્યા. વાલવોડ એ મહારાજના પ્રિય પાતણવાડિયાઓનું મોટું મથક, તદુપરાંત ચારણોનું એ જાણીતું ધામ. મહેડુ અને દેથા શાખના દેવીપુત્રોની અહીં મોટી વસ્તી છે. અને એ ચારણો સાથે મહારાજને પડેલો પ્રસંગ પણ લાક્ષણિક છે. વર્ષો પૂર્વે અહીં પોતે આવેલા ત્યારે મુખીએ કહેલું કે, "અહીં ચારણી સૂરજબા છે ના, તે જોગમાયા છે અને પાડાનું લોહી પીએ છે. કોઈક દિવસ એવો પ્રસંગ બનશે ત્યારે તમને તેડાવીશું." "સારું" એમ કહીને મહારાજે તે વાતમાં કશો રસ નહીં બતાવેલો. પણ પછી એક વાર બોરસદમાં પરિષદ હતી, મહારાજને એનું પ્રમુખપદ લેવાનું હતું. તે જ વખતે વાલવોડના મુખીનું તેડું આવ્યું : "બહુ જરૂરી કામ છે, તરત આવો.'

પેલી રુધિર પીવાની વાત તો મહારાજને સ્મરણમાંય નહીં રહેલી, એટલે બીજું કંઈક તાકીદનું તેડું માની પોતે વાલવોડ પહોંચ્યા.

મુખી કહે કે, "મહારાજ, આવતી કાલે સૂરજબા જોગમાયા પાડો પીવાનાં છે, તેથી તમને બોલાવ્યા."

સાંભળી મહારાજ અતિ ગમગીન બન્યા. પણ પછી તો આ ત્રાસદાયક ઘટના અટકાવવાની ફરજ વિચારી પોતે રોકાયા. પછીની વાત મહારાજના જ શબ્દોમાં સાંભળીએ :

"જે મંદિરે ચારણો પાડાનો વધ કરવાના હતા તેના પુરોહિતને જઈ પૂછતાં એ કહે કે, 'મને તો કંઈ ખબર જ નથી. હું એ નહીં જ બનવા દઉં.' પછી મુખી પાસે ગયો ને કહ્યું : 'આ ભયંકર કામ હું નહીં થવા દઉં.' એ પણ કહે કે, 'અરે, શી વાત છે ! હું થવા દઉં જ નહીં ને ! એની મગદૂર નથી કે સરકારના કાયદા વિરુદ્ધ કરી શકે.' એટલામાં તો માતા સૂરજબા પોતે જ ત્યાં આવીને ઊભાં. ખરેખર એ યુવાન ચારણ તેજસ્વી હતી. એણે તો આવતાં જ ત્રાડ દીધી : 'કેમ, મુખી, કેમ હજી ઢોલી નથી આવ્યો ? શી વાર છે ?" મુખી તો રાંકડો બનીને બોલ્યો : 'હા, માતાજી ! હમણાં - હમણાં જ ઢોલીને તેડાવું છું.' મારી