પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૦
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

જોઇએ કે ન્યુકાસલના ગોરાની વસતીએ ઘણો વિનય વાપર્યો હતો. તેઓએ લાગણી પણ દર્શાવેલી. કોઇ પણ હિંદીને કનડગત નહિ કરેલી. એક ભલી બાઇએ પોતાનું મકાન મફત વાપરવાને આપ્યું. બીજી પણ ઝીણી મદદો ઘણા ગોરા પાસેથી મળ્યા કરતી હતી.

પણ ન્યુકાસલમાં હજારો હિંદીને સદાયને સારૂ રાખી શકાય એવી સ્થિતિ નહતી. મેયર ગભરાયેલા. ન્યુકાસલની વસતી સાધારણ રીતે ત્રણ હજારની ગણાય. તેવા ગામડામાં બીજા દશ હજાર માણસ સમાઇ નજ શકે. બીજી ખાણોના મજુરો કામ બંધ કરવા લાગ્યા. એટલે હવે શું કરવું એ સવાલ ઉઠ્યો. હડતાલ પાડવામાં હેતુ એ હતો કે જેલ જવું. મજુરોને પકડવા ધારે તો સરકાર પકડી શકતી હતી. પણ હજારોને સારૂ તેની પાસે જેલજ ન હતી. તેથી મજુરો ઉપર હજુ હાથ ન નાખ્યો. ત્યારે હવે ટ્રાંસવાલની હદ ઓળંગી પકડાવું એજ સહેલો ઉપાય રહ્યો. વળી તેમ કરતાં ન્યુકાસલમાં ભીડ ઓછી થાય એમ પણ લાગ્યું, ને હડતાલીયાની વધારે કસોટી થાય. ન્યુકાસલમાં ખાણોના જાસુસો હડતાલીયાઓને લલચાવી રહ્યાં હતા. એક પણ મજુર પડ્યો નહિ તો પણ તે લાલચથી તેમને દુર રાખવા એ કારભાર મંડળની ફરજ હતી. આવાં કારણે ન્યુકાસલથી ચાલર્સટાઉન કુચ કરવી એ ઠીક જણાયું. પંથ લગભગ ૩૫ માઇલનો હતો. હજારો માણસોના સારૂ રેલ ભાડું નજ ખરચી શકાય. એટલે બધા મજબુત મરદ ને સ્ત્રીઓએ પગપાળા જવું એમ ઠરાવ થયો. જે ઓરતો ન ચાલી શકે તેને રેલમાં લઇ જવાનું ઠર્યું. રસ્તામાં પકડાપકડી થવાનો સંભવ હતો તેમજ આવો આ પહેલો અનુભવ હતો, તેથી પહેલી ટુકડી મારે લઇ જવી એ નિશ્ચય થયો. પહેલી