પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧
ગાંધીજીનો જેલનો અનુભવ.

દરદીઓ.

અમે દોઢસો જેલીમાંથી એક પણ માંદગી નહિ ભોગવતે તો બહુ જ તાજુબી ગણાત. પ્રથમ દરદીમાં મિ. સમુદરખાન હતા. તેને તો જેલમાં આવ્યા ત્યારે જ દરદ હતું. તેથી તેમને આવવા પછી બીજે દિવસે ઇસ્પિતાલમાં લઈ ગયેલા. મિ. કડવાને સંધિવાની બિમારી હતી. કેટલાક દહાડા તો કેદખાનામાં જ મલમ વિગેરે દવા ડાક્ટર પાસેથી લીધી. પણ પાછળથી તે વધતા ઇસ્પિતાલમાં ગયા. બીજા બે કેદીને ચકરી આવવાથી ઇસ્પિતાલમાં લઈ ગયેલા. હવા ઘણી ગરમ હોવાથી, અને કેદીઓને બહાર તડકામાં રહેવું પડતું તેથી કોઇ કોઇને ચકરી આવી જતી. તેઓની સારવાર જેટલી બને તેટલી થતી, છેલા દિવસે મિ.નવાબખાન પણ માંદા પડી ગયા હતા. અને છુટવાને દહાડે તેને હાથે દોરવા પડ્યા હતા. ડાક્ટરે તેને દૂધ વિગેરે આપવા હુકમ કર્યા બાદ તેની તબિયત કાંઈક ઠીક થ‌ઇ. છતાં એકંદરે સત્યાગ્રહી કેદીઓની તબીયત ઠીક રહેતી હતી એમ કહી શકાય.


જગાની તંગી.

હું આગળ કહી ગયો છું કે જે કોટડીમાં અમને પૂરવામાં આવ્યા હતા, તે કોટડીમાં માત્ર એકાવન કેદી રહી શકે તેટલો મારગ હતો. ફળિયું પણ તેટલો મારગ હતો. ફળિયું પણ તેટલા જ કેદીને સારૂં હતું. છેવટે જ્યારે એકાવનને બદલે એકસો એકાવન કરતા વધારે કેદી થયા ત્યારે બહુ મુશ્કેલી આવી પડી. ગવર્નરે તંબુ બહાર નંખાવ્યા. ઘણાંને ત્યાં લ‌ઇ જવામાં આવતા હતા. છેવટના દિવસમાં એકસો કેદી