પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૦
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

ખામી કંઈક પૂરી પાડે છે એટલે સહુ હિંદી જે જેલમાં સુખ ભોગવવા માગે તેણે વાંચવાની ટેવ પાડવી.

તામીલનો અભ્યાસ.

તામીલ લોકોએ જે કર્યું છે તે બીજા હિંદીએ આ લડતમાં નથી કર્યું. એટલે બીજા કારણસર નહિ તો માત્ર મનમાં અને મનથી તેઓનો ખરો ઉપકાર માનવાને ખાતરજ મારે ધ્યાનપૂર્વક તામીલ વાંચવું જોઈએ એમ વિચાર આવ્યો. તેથી પાછળનો એક મહિનો મુખ્ય ભાગે તામીલનો અભ્યાસ કરવામાં જ ગાળ્યો. તામીલ જેમ જેમ વધારે ભણતો જાઉં છું તેમ તેમ તે ભાષાની ખૂબીઓ જોતો આવું છું. તે ઘણી સરસ અને મધુર ભાષા છે તથા તેની રચના ઉપરથી જણાય છે કે તામીલ લોકોમાં ઘણા હુશિયાર, વિચારવાન અને શાણા પુરુષો થયા છે અને થાય છે. વળી જો હિંદુસ્તાન એક થવાનું છે તો કેટલાક મદ્રાસ બહારના હિંદીએ પણ તામીલ જાણવું જોઈએ.

અંત.


આ અનુભવ વાંચી કોઈ વાંચનાર જેણે દેશદાઝ જાણી નથી તે જાણે, જાણીને સત્યાગ્રહી બને, તે જેણે જાણી છે તે દૃઢ થાય એમ ઈચ્છું છું. જેણે પોતાનો ધર્મ જાણ્યો નથી તે ખરી દેશદાઝ નહિ જાણે એમ હું વધારે માનતો જાઉં છું.

બાકીમાં તો:—

અલખ નામ ધુનિ લગી ગગનમેં,
મગન ભયા મન્દિરમેં રાજી;