લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૩
ગાંધીજીનો જેલનો અનુભવ.

અમર કરશે. જનરલ બોથાએ પોતાના એક ભાષણમાં કહ્યું છે કે હિંદી કોમે જેવી હડતાલ પાડીને જાળવી તેવી ગોરાઓ પાડી કે જાળવી શક્યા નથી. છેલ્લી લડાઇમાં ઓરતો દાખલ થઇ, સોળ વર્ષના જુવાન બાળકો ઘણા જોડાયા ને લડતે બહુ વધારે ધાર્મિક સ્વરૂપ લીધું. દ. આ. ના હિંદીની વાત આખા જગતમાં ફેલાઇ. ને હિંદુસ્તાનમાં ગરીબને તવંગર, જુવાન ને ઘરડા, પુરૂષ તેમજ સ્ત્રી, રાજા ને રૈયત, હિંદુ-મુસલમાન, પારસી, ખ્રીસ્તી, મુંબઇવાળા, મદ્રાસવાળા, કલકત્તાવાળા ને લાહોરવાળા બધા જાગ્યા; બધા આપણી તવારીખથી વાકેફ થયા ને આપણને મદદ કરવા લાગ્યા. વડી સરકાર ચમકી, વાઇસરોયે પ્રજાનું વલણ જાણીને પ્રજાપક્ષ લીધો. આ બધી જગજાહેર વાત છે, લડતનું મહત્વ બતાવવા હું અનેક બીનાઓ લખી જાઉં છું, આ લેખ લખવામાં મારો મુખ્ય હેતુ તો એ છે કે જે બીનાઓથી હું વિશેષ વાકેફ છું, જેની હિંદીઓની ખબર નથી અને જેનું ભાન દ. આ. માં રહેનારા હિંદી ભાઇઓને પણ પુરૂં નથી, તે બીનાઓનું દર્શન કરાવવું.

ટોલ્સટોય ફાર્મમાં જે તાલીમ લેવાઇ તે બધી આ છેલ્લી લડાઇમાં કામ આવી. સત્યાગ્રહીઓએ જે જીંદગી ત્યાં ભોગવી છે તે આ લડતમાં અમૂલ્ય થઇ પડી તેજ જીંદગીની નકલ વધારે સારી રીતે ફીનીક્સમાં