પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એનાં બે-તણ બાળકો પણ ઉકા પટેલની નજરે થોરની વાડ્યમાં રઝળતા પડેલા આંબાના નાના રોપ જેવા લાગતાં.

ન્યાતમાં ગિલા થવા લાગી કે, ડોશી જુવાન દીકરીઓને લઈને હલકા વરણમાં રહેવા ગયાં ! કેશુ ઉપર કાગળ પણ લખાયો કે, કંકુમાએ ખૂણો પાળવાનું મેલીને સીમમાં જઈ ખડની ભારીઓ તાણવા માંડી છે, એ કાંઈ કુળની રીત કહેવાય !

કંકુમા બિચારાં હજુય બાતમી મેળવતાં હતાં કે કેશુના બાપને ઓશીકેથી નાણાંની વિગતની ચોપડી કોણ ચોરી ગયો !