પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને તારું અંગ ઢાંકવાનાં બે ધોતિયાં મને શું મને શું નહિ મળી રહે ? અરે, જજમાનોને મારીઝૂડીને મેળવીશ."

એટલું જ કહીને એ મારાથી જૂદા પડ્યા ત્યારે મારી દૃષ્ટિ સ્ટેશન સામેની એક આલેશાન ઇમારત પર હતી. એ મકાન 'વનિતાધામ'નું હતું. વિધવાઓને શરણ આપનારા એ ધામમાં હમણાં જ એક મોટું ધાંધલ મચી ગયેલું. એના સ્થાપક એક મોટા સંત સુધારક હતા. તેનું કુટુંબ, ભાઇ-ભત્રીજા, સાળાઓ અને બનેવીઓ ત્યાં પોતાનો ગરાસહક્ક ગણીને રહેતાં હતાં. પ્રત્યેક વિધવા અને ત્યક્તાને પોતાની આશ્રિત ગુલામડી સમજતાં હતાં, દૂધમાં પાણી ભેળવી પીરસતાં વગેરે વગેરે ફરિયાદો ઘણા મહિના પછી માંડ માંડ દુનિયામાં પહોંચી શકી હતી - અને વર્તમાનપત્રોએ 'સનસનાટી' મચાવી હતી.