પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"તમે તે દિવસે મારા બાપુને ઘેર આવીને મારી માગણી કરી. તમારો આગલો સંસાર સુખી હોવાથી નિખાલસ વાતો કરી. એ બધું યાદ છે?"

"શબ્દેશબ્દ યાદ છે. મારો આગલો સંસાર સાચેસાચ બહુ -"

"નાના, એ મુદ્દો મારી વાતનો નથી. પણ મેં તમને કહેલું કે, મારા પૂર્વસંસારમાં પણ એક પ્રેમપ્રસંગ કંઈક જીવન-જોડાણ - જેવું હતું, એ યાદ છે?"

"જીવનના જોડાણ જેવું? હશે. પણ અત્યારે એ વાતને ઉખેળવાની શી જરૂર છે? હું એ નામનું પણ અનુમાન કરી શકું છું. માસ્તર -"

"ત્યારે એ નામ સાચું નથી. તમે ભૂલ્યા છો. માસ્તર તો ફક્ત મારા માયાળુ મિત્ર જ હતા."

"માસ્તર નહિ? બીજો કોઈ?" દાક્તરની વ્યાકુળતામાં ભોંઠામણ તેમ જ નિરાશા દેખાતાં હતાં. "દેવી! માસ્તર તારા જૂના બંધુજન હોવાથી એનો ફરી મેળાપ તને ખીલતી બનાવશે એ આશાએ તો મેં એને અહીં તેડાવ્યા છે."

જે પતિને પોતે ચાહી ન શકતી, તેના દિલની આવી ઉદારતા દેખીને જલદેવી અંદરથી ચિરાઈ ગઈ.

"ત્યારે બીજો કોણ? ત્યાં એવો કોઈ જુવાન તો નહોતો."

"એવો કોઈ ત્યાં નહોતો, ખરું; પણ અમારા ગામને ખોળે જાપાન તરફનું એક મોટું જહાજ પડેલું મરામત માટે એ યાદ છે? એનો સિંહાલી ટંડેલ યાદ છે? મારું પહેલું વેવિશાળ એની સાથે થયું હતું."

"તું આ શું કહે છે, દેવી! એ અજાણ્યા પરદેશીની સાથે તારું વેવિશાળ? એની સાથે તારો પરિચય ક્યાંથી? એકબીજાનાં જીવનની ઓળખાણ ક્યાંથી?"

"કશું જ નહિ. બધું નજીવું. પરિચય ટૂંકો. દરિયે હું ફરવા જતી, ને અમે બેઉ વાતો કરતાં. હું એટલું જ જાણી શકેલી કે એ અસલ લંકાનો વતની, પણ નાનપણથી જ દરિયાઇ સફરે ગયેલો: દેશવિદેશ દીઠેલા. બીજી ઝીણી માહિતીમાં અમે ઊતર્યા નહોતાં. વાતો કરતાં, પણ માત્ર દરિયાનાં