પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાખનાર, તેમ જ 'આમ ન કરો તો ?'... 'તેમ ન કરો તો કેવું સારું'... 'મને તો આમ લાગે : પછી તમારી મરજી પ્રમાણે કરો...' એવી એવી તરકીબો વડે બાયડી ઉપર શાસન ચલાવનાર ધણીઓનો; ખરાબ નામવાળા, ચડેલી ચરબીવાળા ને લબડવા લાગેલી ચહેરાની ચામડીવાલા ધણીઓનો એવા એવા ઘના પ્રશ્નો છેડાયા.

દરેક પ્રશ્નમાં તનુમતિએ પોતાના દુઃખી જીવનનું પતિબિમ્બ દીઠું.

ક્યાં એક બાજુ લલિતકલાના ક્ષેત્રોમાં નવી પગલીઓ પાડવાની કુદરતી શક્તિઓ અને ક્યાં આ કરિયાનાના કોથળા જોડે જકડાયેલું જીવન !

બલવો ! બળવો ! બળવો !!

તનુમતીના લમણાંમાં 'બળવો' શબ્દના ધણ ઝીંકાયા. એ પ્રત્યેક પ્રહારમાંથી તિખારા ઝર્યા.

પતિઓને સામે બંડ કરીને પણ કલાના ક્ષેત્રમાં ઝંપલાવવાનું હવે કર્ત્યવ્ય છે - એવા આ આંદોલનો સળગાવીને પછી ત્રણેય કલાકારો વીખરાયા.

[૨]

"આજે તો બહુ જ ભૂખ લાગી છે."

"પણ મને શી ખબર કે તમે વહેલા ભૂખ્યા થશો ? કહીને ગયા હોત તો મેં પાંચ વાગ્યામાં તૈયાર કરી રાખ્યું હોત."

તનુમતી હમણાં રડી પડશે એવી બીકે પતિ બીજા ઓરડામાં ચાલ્યો ગયો.

"માડી રે... કેટલો જલ્દી ગુસ્સો કરે છે!"

એટલું વાક્ય પતિએ સાંભળ્યું.

'બહુ ભૂખ લાગી છે' એમ કહેવામાં રસોઈ તૈયાર ન થવાની ફરિયાદ નહોતી, પણ પત્નીનું મન પ્રસન્ન કરવાની ધારણા હતી.

તનુમતીને લાગ્યું કે આજે વહેલા આવવામાં નક્કી પતિનો શક્કિ આશય હશે.

જમાડતાં જમાડતાં તનુમતીએ વાત કાઢી:

"હેં, તમે મને ચિત્રને સંગીત શીખવા આપો છો તે તો ફક્ત તમારી