પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અંગ્રેજી શીખવવા માટે એક ગૃહ શિક્ષક રાખી દેવો.

"હાઈસ્કૂલના પુરોહિત માસ્તર ઠીક છે. ઉમ્મરે પુખ્ત છે, ગરવા છે, રસજ્ઞ છે."

"જયમનભાઈ !" પુરોહિત માસ્તરે પહેલેજ દિવસે કહ્યું : "તમે પણ જોડે બેસતા જાઓ ને..."

"શું બોલો છો પુરોહિત ભાઈ ! હું શું સ્ત્રીની નીતિની ચોકી કરવા બેસું?"

"ના , એમ નહિ પણ..."

"બને જ નહિ. છૂટથી ભણાવો. હું તો એટલો સમય બહાર ચાલ્યો જઈશ."

પંદરેક દિવસ થયા હશે. રમાના મોં પર કોઈ અજબ ઝલક આવી. સાંજે માસ્તર આવવાનો સમય થાય ત્યાં, વસંતાગમને કોયલ ટૌકી રહે એવી રીતે, રમા ગુંજવા લાગી.

સોળમે દિવસે માસ્તર સાહેબ ન આવ્યા...

"કેમ થયું?"

જયમને જવાબ દીધો : "બંધ કરવું પડ્યું."

"કાં?"

"મને ખબર પડી કે એને તો એની સ્ત્રી સાથે બનતું નથી."

"તેથી આપણે શું?"

"પોતાના જ સંસારનું વાજું બસરું વગાડનારો પારકાંને શા સારા સંસ્કાર દેવાનો હતો?"

"રમાએ છાનાછાનાં આંસુ સાર્યાં. કોણ જાણે બરાબર હીંચકાનો ફંગોળ ચડતાં જ દોરડું તૂટી પડ્યું.

ટ્યૂશન બંધ કરવાનું સાચું કારાણ બીજું હતું : પુરોહિત માસ્તર રમાની મમતા પોતાની ઉપર આટલી હદ સુધી જાગ્રત કરે, એ એક જાતની ચોરી કહેવાય. પારકાના દંપતી જીવનમાંથી એટલો રસ પડાવી લેવાની એ રીતિ ઘણા શિક્ષકોમાં હોય છે. અને બીજું પુરોહિત માસ્તરે બીજાના અંગત