પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગાડી જ જોડાતી; વૈદો-દાક્તરોને લેવા, મૂકવા, પરી-તળાવની સેલગાહ કરાવવા, શહેરમાં મળવાહળવા લઈ જવા પણ ગાડી જ ખડી રહેતી: એ છ મહિના તો શેઠ-આંગણે મીઠા ઉત્સવના મહિના હતા.

એક દિવસ એવી જાહોજલાલી અટકાવી આટકોટવાળી વહુનું મૃત્યુ સુધરી ગયું. મારી મેડીની બારીની ચિરાડમાંથી મેં એ બીજા નંબરના શેઠ-પુત્રને વહુના અવસાન બાદ પાંચમે જ દિવસે પાનપટ્ટી ચાવીને નીકળતા દીઠા. તે જ ક્ષણે -

મારી પાછળથી કોણ જાણે કોણે ધક્કો દઈ બારી અરધી ઉઘાડી નાખી... ને એ ઊઘડવાનો અવાજ થતાં જ શેઠ-પુત્રની ઊંચી થયેલી દૃષ્ટે મને જાણે કે આખી ને આખી પી લીધી.

ગભરાટમાં મેં પાછળ જોયું: ધીરી ફૈબા! મારું મોં લાલ થઈ ગયું: "ફૈબા! શા સારુ તમે મારી આવી વલે કરી?"

"એટલા સારુ તો તને હું ઉપર લઈ આવી'તી!"

"પણ શા માટે?"

"દુત્તી, હજુય પૂછછ - શા માટે?" કહીને ફૈબાએ મારા ગાલ પર ટાપલી મારી: "ચાર વરસથી તપ તપો છો..."

મને સમજાયું: આ તો વર-કન્યાને અરસપરસ બતાવી કરીને સંબંધ જોડવાનો સંકેત હતો! હું ભૂલી: વર કન્યાને જોઈ લ્યે, એટલો જ આમાં મુદ્દો હતો. મારે તો કશું જોવાનું હોય જ નહિ! મને પોતાને એવી ઉત્કંઠા નહોતી. મારા કોડ તો હતા ઘૂઘરીદાર ઘોડાગાડીમાં ચાર વહુવારુઓની વચ્ચે સોના-સળીને સાળુડે ઘૂમટો તાણીને કોણી સુધીનાં હેમ-આભરણ બતાવતાં બેસવાનાં.

એ કોડ સંતોષવાની વેળા આવી પહોંચી: એક દિવસ મારા માથા પર શેઠ-ઘરની ચૂંદડી નખાઈ ગઈ.

[૩]

આ શહેરમાં તો અમે બાપુના ધંધાને કારણે જ આવેલાં; અમારું વતન હતું રાજકોટ. બાપુની ઇચ્છા આંહીં ને આંહીં લગ્ન પતાવી દેવાની