પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગયો. એનું સફેદ ડેબું ત્યાં જાણે કે મહેમાનોની ગોળીઓનું અદલ નિશાન બનવા માટે જ ગોઠવાઈ ગયું. "હાં, યસ! ધેરઝ ધ મિલ્ક વ્યાઇટ સ્ટમક! શૂટ!" - બરાબર ! ઓ રહ્યું પેલું દૂધીયું સફેદ ડેબું: લગાવો ગોલી! - એવા હર્ષ ભર્યા અંગ્રેજ લલકાર થયા.

મહેમાન અને મિજબાન બન્નેની છેલ્લામાં છેલ્લી ધબની બંદૂકોમાંથી ઉપરાછપરી ગોળીઓ વછૂટી. નિશાન લેવાની તો જરૂર નહોતી. ઢોલિયે બેઠાંબેઠાં જ શિકાર પૂરો થયો.

દિવસ આથમતા પહેલાં ત્યાં જરને કાંઠે દસ મોટરોની ધૂળના ગોટા ઉડ્યા.

ધૂળ ઊડીને પાછી ધરતીને ખોળે ઢલી. સૂરજ સૂરજને ઘેર ગયો.

રહ્યા માત્ર એ બે ગામના સંધીઓ અને રાજપૂતો. તેઓએ એકજાની સામે જોયું.

મરી ગયેલા દિવસની મૈયત જેવા ઢોલિયા ઉપાડીને ગામડિયાઓ ગામડાં ભણી વળ્યાં.