પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છી તો ભીમો , ભાણો, ઠાકરો વગેરે તમામ કેડ બાંધીને, કાંસિયાં લઈ કૂદી પડ્યા; સામૈયામાં ગીતોના ધ્વનિ ગાજી ઊઠ્યા કે-

મારો વા'લો આવ્યાની વધામણી રે -
આજની ઘડી રળિયામણી!

પશવા, ભીમા,ભાણા વગેરેની વહુઓ પણ ત્રણ-ત્રણ છોકરાંને રઝળતાં મૂકીને બાઇઓનાં ઘેરામાં સાદ પુરાવવા લાગીઃ

શેરી વળાવીને સજ કરું:ઘેર આવો ને!
આંગણિયે વેરું ફૂલઃ વાલમ ઘેર આવો ને!

મહારજશ્રીએ કૃપા કરીને સુથાર, લુહાર,કણબી,સથવારા વગેરે વસવાયાં ભાવિકોને ઘેર માત્ર રૂપિયો સવા અને અક્કેક શ્રીફળ સ્વીકારીને જ પધરામણી કરી. આખું અઠવાડિયું ધર્મના ઉદ્યોત વડે ઝળાંહળાં થઇ રહ્યું. રોજ સાંજે જમણ અપાયાં. ફરતાં પચીસ ગામોના ભાવિકો ઊમટી આવ્યા. દેખાદેખીના નિયમ પ્રમાણે અન્ય પંથોએ પણ પોતાના પંથનો સવાયો તેજેપુંજ પથરાય તે રીતના ઉત્સવો આદર્યા. ગામ ધર્મમય બની ગયું.પચાસ ગરીબોને ઘેર મહારાજશ્રીએ અક્કેક મણ દાણા નખાવ્યા. પોતાની પાંભરીના ટુકડા ફાડી ફાડીને મહારાજશીએ ગરીબોનાં બચ્ચાંઓને ગળે બંધાવ્યા. મહારાજશ્રીના માણસોએ વાત ચલાવી કે,"આ પાંભરીનો એક ટુકડો ગુરુજીએ અગાઉ પોતાને પાંચ હજાર રુપિયા ભેટ ધરનાર કિસનલાલ ક્રોડપતિને બક્ષ્યો હતો - બાકી કોઇને નથી આપ્યો. કેટલા કેટલા ધનિકો તેમજ પંડિતો એ પાંભરીનો સ્પર્શ લેવા સારુ પણ વ્યર્થ ઝૂર્યા હતા! પણ મહારાજને તો ગરીબ ભાવિકો બહુ વહાલા છે."

ગરીબોએ ખેતીના બળદો વેચી વેચી અને સ્ત્રીઓએ ચુડલીની છેલ્લી ચીપો ઉતારી ઉતારીને મહારાજશ્રીને ચરણે ભેટ ધરી દીધી.

[6]

તે દિવસ ફરીવાર એ ધર્માલયની દીવાલો ભાતભાતની જીવનચર્યા વડે ગુંજી ઊઠી. કોઇ શિષ્ય ચર્ચા કરતાં કરતાં ડોસ્ચોવોચાસ્કી નામના રશિયન તત્વવેત્તાનાં અવતરણો ટાંકી રહ્યો છેઃ કોઇ વળી વૈકુંઠમાં એકલાં