આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨
મેઘસન્દેશ
આજે સત્યાગ્રહસમરમાં ત્યાં તણા વીર યોદ્ધા,
ફાળો સારો અરપી અરપી નામના મેળવે છે;
છે વીરાઓ અગણિત સદા તે પુરીમાં રહેતા,
ગાંધીજીનાં વચન પર જે કુરબાની કરે છે.
દેવીઓ ત્યાં તકલી કરમાં રાખીને નિત્ય કાંતે,
ને શેાભે છે નિજસદનમાં રેંટીયો ગાજી રેતા;
દેવીઓનાં મુખ રટી રહ્યાં રાષ્ટ્રનાં રમ્યગીત,
દેવીઓનાં હૃદયસદને જાગતો રાષ્ટ્પ્રેમ.
તૈયારીમાં બહુ જન દીસે લાઠીનો માર ખાવા,
શાંતિ રાખી સહન કરવું ધર્મ પાળી રહ્યા છે;
ગાંધીજીનાં વચન ઉપરે પ્રેમ જયાંના જનોમાં,
એવું પુના નગર નીરખી મેધ તું ખુશ થાશે.