પૃષ્ઠ:Meghsandesh.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪
મેઘસન્દેશ

૪૦


વિદ્યાર્થીઓ પણ બની શકે તેટલો ભાગ લે છે,
રાષ્ટ્રપ્રીતિ કુમળી વયનાં બાળકોમાં સ્ફુરી છે;
આજે સત્યાગ્રહસમરનું જોસ ના મંદ થાતું,
નક્કી છે આ સમરની મહીં હાથ એ ઇશ કેરો.

૪૧


નેતા મારો જગતપતિ છે હું છું તેનો સિપાઈ,
તેની આજ્ઞા થકી સહી રહ્યો દુઃખહું આજ આવાં;
નક્કી મારૂં નસીબ ઉજળું જન્મ છે ધન્ય મારો,
જે આજે હું મરણ ઇચ્છતો દેશની મુક્તિ માટે.

૪૨


બાપુ, આવી અમ હૃદયમાં ભાવનાઓ ભરી છે,
પ્રાણો જાતાં સુધી સહુ અમે યુદ્ધમાં સ્થિર રે’શું;
છે ના કોઇ દમનનીતિ કે કાયદો કોઇ એવો,
મુક્તિમાર્ગે પ્રગતિ કરતા રોકવાને સમર્થ.