પૃષ્ઠ:Meghsandesh.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫
ઉત્તરમેઘ

૪૩


મૃત્યુકેરો ઉદધિ મથવા છે અમારી સ્પૃહાઓ,
બાપુ, સાથી વિજનપથમાં રેંટીયો એક રૂડો;
ને તેની છે ભગિની તકલી દેતી આશ્વાસનોને,
પાછી પાની કરવી રણથી કાયરોનું જ કામ.

૪૪


જાવા ઇચ્છા નથી અમતણી ગોળમેજીસભામાં,
શ્રદ્ધા કેરો નહિ પણ દીસે લેશ એ નાટકોમાં;
બાપુના રે હુકમ પર છે જીંદગી કુરબાન,
બાપુ કે તે સધળું કરવા સૈનિકેાનો વિચાર.

૪૫


સંદેશાના વચન કહીને બાપુને આમ મારાં,
વન્દી તેનાં ચરણયુગમાં મેધ જાજે પછી તું;
જે દેશોમાં વિચરવું તને રુચતું હોય તેમાં,
તારી કીર્તિ તણી જગતમાં વૃદ્ધિ નિશ્ચે થવાની.

ઇતિ ઉત્તરમેઘ સમાપ્ત: