પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે, હાથ ઝાલીને ચાલે છે, ને વળી ખાલી ઢોંગ કરે છે.

બીજલ૦— હાલ્ય પાંસા, આપણે તો ઝટ ધરે જઇએ. એ તો અથડાતો અથડાતો આવશે.

પાંચો૦— (જીવરામને) હવે અમે તો ઉતાવળા ઝટ ઘર જાહું.

જીવ૦— અમારા સસરાની ભેંસ કેઇ? અમને દેખાડો તો ખરા. જોઇએ તમે ચરાવીને કેવી તાજી કરી છે ?

પાંચો૦—ભેંહ તો આગળ જઇ, પણ આ તમારા હહરાની પાડી સે તે જુઓ.

જીવ૦—ક્યાં છે ક્યાં છે? (ફાં ફાં મારે છે.)

પાંચો૦— એ આ રહી. જુઓ સે માતેરી ?

જીવ૦— વાહવાહ ! અલ્યા પાડી તો સારી છે હો! અમારી સાસુએ અમારી સાળીને ધવરાઇને જેવી મસ્તાની કરી છે, તેવી તમે પાડીને કરી છે(ઉપર હાથ ફેરવીને પૂછડું પકડીને ચાલે છે. પગ આડાઅવડા પડે છે.)

પાંચો૦— તમારા હાહરાને ઘરે તમને પુગાડીએ ?

જીવ૦—કાંઇ પહોંચાડવાની જરૂર નથી. હવે તમારે ઉતાવળા જવું જોય તો જાઓ. ગામ ઢુંકડું આવ્યું છે માટે હવે કોઇ લૂગડાં લઇ જાય એવી બીક નથી, અને હવે તમારી અમારે લગારે ગરજ નથી.

પાંચો૦—(બીજલને) મારગને અડખેપડખે ઉંડો ખાડો સે, તેમાં જવાની પાડીને ટેવ સે, માટે તેમાં પડશે તો બચારા ભરામણને વાગશે.

બીજલ૦— ભોગ એના, આપણે શું કરીએ?

રંગલો૦

उपजाति वृत्त

मिथ्याभिमानी सिर दु:ख आवे,
कदापि लोको करुणा नलावे;
जो सर्पने कोइ बिलाडी बाझे,
देखी घणा लोक दिले न दाझे१७

(પાંચો ને બીજલ જાય છે.)

જીવ૦— હવે ઠીક થયું. આ પાડીનું પૂછડું પકડીને ચાલ્યાં જઈશું એટલે ઠેઠ સાસરાને ઘેર જઇને ઉભા રહીશું; અને વલી કહીશું કે, આ તમારી પાડી વગડામાં જતી રહેતી હતી, તે અમે હાંકી લાવ્યા; નહિ તો તેને કોઈ લઈ જાત કે વાઘ મારી નાંખત.

રંગલો૦—(તેની ચાલ જોઇને) આંધળો તો આંધળો; પણ વળી લૂલોય દેખાય છે.

જીવ૦— (પાડી ખાડમાં ઉતરતાં પોતે પછડાયા) અરરર! કુલો ભાંગી ગયો ! હાય ! હાય ! હાય!

રંગલો૦— પડે લૂલો ને ભાંગે કુલો, પણ લીધી વાત ન મેલે લૂલો.

જીવ૦— આજ કોઇ નઠારાનું મોં જોયેલું, તેથી હેરાન થયા. પેલા મિજાજભાઇને