પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
थतां अवस्था शिरश्वेत श्रेष्ठा,
कदी न शोभे कृत बालचेष्टा. ५३


દેવબા0 —તે અસલથીજ મિથ્યાભિમાની છે.

જીવ૦—તે દહાડે તો અમારી ઉમર કાચી હતી, તે માટે છોકરાવાદથી અમે ઝાડ કૂદવા માંડયા હતાં. કહ્યું છે કે,

उपजाति वृत्त

न बोलवाना बहु बोल बोले,
न खोलवाना पण भेद खोले;
स्वतंत्रता इश्वरदत्त सारी,

बाळापणुं तो बहु सुखकारी. ५४

દેવબા0 – શું તમે તે દહાડે નાના હતા કે ?

જીવ૦— નાના નહિ ત્યારે શું આજા છીએ એવડા હતા ?

દેવબા0 – આજ તમારી ઉંમર પંચાવન વર્ષની થઈ કે નહિ?

જીવ૦— હા, હવે પંચાવન વર્ષ થયાં, પણ તે દહાડે ક્યાં પંચાવન થયાં હતાં? તે દહાડે તો છોકરવાદની અવસ્થા હતી.

દેવબા0 –તમને પરણ્યાને સાત વર્ષ થયાં, ત્યારે તે દહાડે અડતાળીશ વર્ષના હતા, તે છોકરવાદ કહેવાય?

જીવ૦— પણ તે દહાડે અમારા બાપ જીવતા હતા, એટલે તેમના આગળ તો અમે નશીબદારા છોકરૂં કહેવાઈએ. કહ્યું છે કે —

जो पुत्र पंचावन वर्ष मोटो,

पिता गणे बालक छेक छोटो;
सदैव शीखामण दे रूपाळी,

ते पुत्र तो पूरण पुण्यशाळी. ५५

દેવબા૦ – તે ઝાડાવાં કૂદે દેવું છોકરૂં કહેવાય કે ?

રંગલો૦— કાચો કુંવારા હોય, તે તો ઝાડવાં તો શું પણ વાડો કૂદે, અને વખતે છાપરાં પણ કૂદે. જેટલા પરણેલા નથી તે પચાશ વર્ષના હોય તો પણ નાનાં છોકરાં જેવાજ જાણવા

જીવ૦— જુઓને, તે દહાડે : જાનરડીઓ પણ ગાતી હતીઓ કે નહિ કે — (લટકું કરીને) “બાળો વર તોરણ ચડ્યા” પણ એમાં ગાતીઓ નહોતી કે “બુઢો વર તોરણ ચડ્યા.” ત્યારે શું તે ગાનારીઓ બધી જૂઠી અને તમે જ સાચાં કે ?

દેવબા૦— અભિમાની માણસા પોતાનો મમત મુકે નહિ. કોણ તેની સાથે માથાકૂટ કરે.