પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સૂચિપત્ર-સૂચના*

[૧] આ અષ્ટાંકી મિથ્યાભિમાન નાટકના પહેલા અંકમાં રતાંધળો જીવરામભટ્ટ તથા બે ભરવાડો આવશે. બીજા અંકમાં જીવરામભટ્ટનો સસરો રઘનાથભટ્ટ, સાળો સોમનાથ, સાસુ દેવબાઇ, અને જીવરામભટ્ટની વહુ જમનાં તથા તેની બહેનપણી ગંગા આવશે. ત્રીજા અંકમાં જીવરામભટ્ટને ખોળવા સારૂ તેનો સસરો ને સાળો જશે. ચોથામાં જીવરામભટ્ટ ને તેનાં સાસરિયાંનો મેળાપ થશે. પાંચમામાં એક ફારસ કરી બતાવવા વાઘજી રજપૂત ને કુતુબમિયા કુસ્તી કરશે. છઠ્ઠા માં રઘનાથભટ્ટના ઘરમાંથી ચોર પકડાશે. સાતમામાં ફોજદારી કોર્ટ આવશે. ને આઠમામાં જીવરામભટ્ટનું વૈદું કરવા એક વૈદ આવશે. પાંચ કલાક સુધી આ નાટક ચાલશે. અમુક વખતે આરંભ થશે, અને અમુક અમુક વખતે પૂરૂં થશે. (ઘણું કરીને રાતના ૮ વાગતાં આરંભ અને બાર ઉપર એક વાગતાં પૂરુ કરવું.)


  1. *નાયકે સૂચના સંભળાવવી તથા કાગળોમાં છપાવેલી, સભામાં વહેંચવાનો ચાલ પણ છે,

    તેથી સૌ જાણે કે આટલું થયું ને આટલું થવાનું બાકી છે.