પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડૉન જિયોવાની
૧૦૧
 

 છે. પૂતળું બોલે છે : “જેમણે દૈવી ભોજન આરોગ્યાં હોય એમને માટે પાર્થિવ ભોજનનું કોઈ મૂલ્ય નથી.” પણ જિયોવાનીના બહાદુરીના ઢોંગ નીચે હવે ગભરાટ અછતો રહેતો નથી. પૂતળું આત્મવિશ્વાસથી જિયોવાની પાસે પંજો માંગે છે, “જિયોવાની, ચાલ શેઇક-હૅન્ડ કરીએ.” જિયોવાની પોતાનો પંજો પૂતળાના પંજામાં મૂકે છે પણ ત્યાં જ જિયોવાનીને ઝાટકો વાગે છે અને તમ્મર આવે છે. એ પોતાનો પંજો છોડાવવાની વ્યર્થ કોશિશ કરે છે. પૂતળું બોલે છે, “જિયોવાની, તને પસ્તાવાની હજી એક તક હું આપું છું. તારાં કુકર્મો બદલ ઈશ્વરની સાક્ષીએ એક વાર સાચા હૃદયથી પસ્તાવો કર!” પણ અક્કડ જિયોવાની મક્કમતાથી ના પાડે છે. પળમાત્રમાં જિયોવાની અગ્નિની જવાળાઓમાં ખાખ થઈ જાય છે.


– અંત –
પ્રીમિયર શો
નૅશનલ થિયેટર, પ્રાહા, 19 ઑક્ટોબર 1787

ડૉન જિયોવાની લુઇગી બાસી
લેપોરેલો ફૅલિસ પૉન્ઝિયાની
કમાન્ડન્ટ જ્યુસેપે લોલી
માસેતો જ્યુસેપે લોલી
ડૉન ઑતાવિયો એન્તોનિયો બાલિયોની
ડૉના ઍના તેરેસા સાપોરિતી
ડૉના ઍલ્વિરા કૅતારિના મિચેલી
ઝર્લિના તેરેસા બોન્દિની
પ્રીમિયર શો કંપોઝર મોત્સાર્ટ દ્વારા જ કન્ડક્ટ થયેલો.