પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
મોત્સાર્ટ અને બીથોવન
 


બિચારી ગિયુલિટાનું નસીબ ફૂટેલું નીકળ્યું ! લગ્ન પછી એનો વર જુગારી સાબિત થયો. હવે ગિયુલિટાને બીથોવન માટે સહાનુકંપા થઈ ખરી, પણ એ ઘણી મોડી પડી. તેણે બીથોવનને પત્ર લખીને પશ્ચાત્તાપનો એકરાર કર્યો અને એના અનુસંધાનમાં બીથોવને આ ત્રણ પત્રો લખ્યા, જે ‘ઇમ્મોર્ટલ બિલવિડ’ નામે નામના પામ્યા. દિલના ઊંડાણમાંથી બીથોવન ભલે હજી પણ ગિયુલિટાને ચાહતો હોવા છતાં તે હવે તેને પરણવા માંગતો નહોતો તે વાત તેના આ પત્રોમાંથી સ્પષ્ટ થાય છે. 1801ના નવેમ્બરમાં બીથોવને વેજિલરને છેલ્લા વરસથી બહેરાશને કારણે એકલવાયી અને દુઃખી બનેલી પોતાની જિંદગી વિશે લખેલું :

પણ હવે એક રૂપાળી અને આકર્ષક છોકરીને કારણે છેલ્લે છેલ્લે સ્થિતિ બદલાઈ છે. પહેલી વાર મને લાગ્યું કે લગ્ન મને સુખ આપી શકે. પણ અરેરે ! એ ખૂબ જ શ્રીમંત અને ઍરિસ્ટોક્રેટિક છે ! તેથી આ લગ્ન અશક્ય છે.

અહીં અધ્યાહાર ઉલ્લેખ પામેલી છોકરી ગિયુલિટા જ હતી. એના કુટુંબે મધ્યમ વર્ગના બીથોવન સાથે એને લગ્નની મંજૂરી આપી હોય એ સંભવ જ નથી. 1803માં એ કાઉન્ટ ગૅલન્બર્ગને પરણી ગઈ. વીસ વરસ પછી મિત્ર શીન્ડ્લર આગળ બીથોવને આ પ્રેમપ્રકરણ વિશે કહેલું : “એ મારા ઊંડા પ્રેમમાં હતી; એના પતિ સાથેના પ્રેમ કરતાં તો કાંઈ કેટલાય વધારે.”

થેરિસા ફૉન બ્રૂન્સ્વિક

પણ કેટલાક જીવનકથાકારો કહે છે કે આ ‘ઇમ્મોર્ટલ બિલવિડ’ પ્રેમપત્રો જેને સંબોધ્યા છે તે આ છોકરી નહિ, પણ બીજી ત્રણ છોકરીઓ હોઈ શકે : તેરચૌદ વરસની થેરેસા માલ્ફાતી, બીજી એમિલી સેબાલ્ડ અને ત્રીજી હંગેરિયન કાઉન્ટેસ થેરિસા ફૉન બ્રૂન્સ્વિક. આ છેલ્લી થેરિસા ફૉન બ્રૂન્સ્વિક ગિયુલિટાની જ કઝિન હતી. વળી