પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૬૭
 

આતુરતા ધરાવવા માટે એ નામચીન હતો જ. ભત્રીજા જોડે ક્યારેક અત્યંત ઋજુ તો ઘણી વાર સાવ જ જડ બનીને રાક્ષસી વર્તન કરતો. આટલું ઓછું હોય એમ એ પાછો બહેરો હતો. તેથી એની જોડે શીઘ્ર સ્ફુરિત ઊર્મિઓ અને વિચારોની આપલે કરવી બાળભત્રીજા માટે સાવ અશક્ય નહિ તોપણ મહામુશ્કેલ બનતી જ. એક બાળકને ઉછેરવા માટે એ તદ્દન નાલાયક હતો.

બાળકની આપવીતી

કોર્ટમાં કાજીએ એ બાળકને પૂછ્યું, “તું કાકા સાથે રહેવું પસંદ કરીશ કે માતા સાથે ?” બાળકે જવાબ આપ્યો, “કાકા સાથે, પણ શરતે કે એમની સાથે સાથીદાર હોય; કારણ કે કાકાને સંભળાતું નથી તેથી એમની સાથે વાતો કરવી અશક્ય છે.” પછી કાજીએ આગળ પૂછ્યું કે, “તારા કાકાને ત્યાં તું એકલો પડી જતો ખરો કે ?” બાળકે જવાબ આપ્યો :

હા, કાકા ઘેર હોય નહિ ત્યારે હું સાવ જ એકલો પડી જતો. મારા કાકા મારી સાથે સારું, માયાળુ વર્તન કરે છે અને હું બદમાશી કરું ત્યારે જ મને દબડાવે છે. પણ જ્યારથી હું ભાગીને મારી મંમી પાસે જતો રહ્યો છું ત્યારથી કાકાનું વર્તન સારું નથી, એ મને ગળચી દબાવીને બોલતી બંધ કરી દેવાની ધમકી આપે છે. મારા કાકાને ખુશ રાખવા માટે મારે કાકા આગળ વારે ઘડીએ મારી મમ્મી વિશે હલકટ વાતો કરવી પડે છે !

બીથોવન વિશે આવું ઘૃણાસ્પદ બયાન સાંભળીને કાજીએ બીથોવનની અટકમાં રહેલ શબ્દ ‘ફાન’ વિશે પુરાવા માંગ્યા. ‘ફૉન’ શબ્દ ઉચ્ચ જર્મન કુળની અને ‘ફાન’ શબ્દ ઉચ્ચ ડચ કુળની ખાનદાની પરંપરાનો સૂચક હોવાથી કાજીને વહેમ પડ્યો કે બીથોવને પોતાના નામમાં ‘ફાન' શબ્દ જાતે જ ઘુસાડી દીધેલો હશે ! પોતાની ખાનદાનીની સાબિતી આપતાં બીથોવન પહેલી આંગળી ખોપરી પર અને બીજા હાથનો પંજો છાતીમાં ડાબી બાજુએ ધરીને તોરમાં