પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
મોત્સાર્ટ અને બીથોવન
 

કોઈ પણ મારા મૃત્યુ પછી એમ નહિ કહી શકે કે એણે મને ઉદાસ કે રોતલ જોયેલો.

છતાં જીવનના અંતિમ દિવસોમાં મોત્સાર્ટને ભાગે હતાશા, નિરાશા અને વેદના આવ્યાં ખરાં જ ! ખરેખર, મોત્સાર્ટનું મન એક રહસ્યમય કોયડો જ છે.

મોત્સાર્ટ અને હાયડનના પ્રભાવ હેઠળ લિયોપોલ્ડ પણ ફ્રીમેસનરી સંપ્રદાયનો સભ્ય બન્યો. વિયેનામાં જાહેર સંગીતના જલસાઓમાં લિયોપોલ્ડે મનભરીને મોત્સાર્ટના ક્વાર્ટેટ, ક્વીન્ટેટ, સોનાટા, કન્ચર્ટો અને સિમ્ફની સાંભળ્યાં. મોત્સાર્ટ સાથે આ એનું છેલ્લું મિલન હતું. પછી લિયોપોલ્ડ સાલ્ઝબર્ગ ગયો અને મૃત્યુ પામ્યો.

પિયેત્રો મેતાસ્તાસિયો

મેતાસ્તાસિયો વિયેનાના રાજદરબારનો પ્રિય લિબ્રેતીસ્ત હતો. 1698ની ત્રીજી જાન્યુઆરીએ તે જન્મેલો. તેનું મૂળ નામ આર્માન્દો ત્રાપાસી હતું. સમગ્ર યુરોપમાં તે શ્રેષ્ઠ લિબ્રેતીસ્ત ગણાતો હતો. તેણે ઇમ્પ્રુવાઇઝ કરેલ એક કાવ્યને વાંચીને 1708માં લિબ્રેતીસ્ત જિયાન વિન્ચેન્ઝો ગ્રાવિનાએ તેને ઑપેરાના સંવાદો લખવાની તાલીમ આપેલી. ગ્રાવિનાએ જ તેને મેતાસ્તાસિયો એવું તખલ્લુસ આપેલું. પર્ગોલેસીથી માંડીને મોત્સાર્ટ સુધીના સંગીતકારોએ તેના સંવાદોને સંગીતમાં ઢાળી ઑપેરા અને મોટેટ લખ્યા. 1771 સુધી તે સર્જનાત્મક રહેલો. નાટ્યસિદ્ધાંતો ઉપર તેણે એક ભાષ્ય પણ લખેલું. 1782ની બારમી એપ્રિલે તે ચોર્યાસી વરસની ઉંમરે વિયેનામાં અવસાન પામ્યો. એ પછી લોરેન્ઝો દિ પોન્તી લિબ્રેતીસ્ત તરીકે આગળ આવ્યો.

લોરેન્ઝો દિ પોન્તી (1749-1838)

1783ના માર્ચમાં ‘ઈડોમેનિયો’ના લિબ્રેતિસ્ત વારેસ્કોએ મોત્સાર્ટની ઓળખાણ લોરેન્ઝો દિ પોન્તી જોડે કરાવી. વારેસ્કોએ