પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હવે આ ગુલામ મૂરખરાજને શોધવા ગયો. મૂરખરાજે ઘણાં ઠેકાણાં સર કર્યાં હતાં, અને હવે તે ઝાડ કાપતો હતો. બે ભાઈઓ તેની સાથે રહેતા હતા, તેને ઘરમાં સંકડાશ લાગતી હતી, તેથી ખાદો કાપીને બીજાં ઘર બનાવવાનું તેઓએ મૂર્ખાને કહ્યું હતું. ગુલામ ઝાડો તરફ આવ્યો અને ડાળીઓમાં ભરાઈ બેઠો, અને મૂર્ખાના કામમાં વિધ્ન નાખવું શરૂ કર્યું. મૂર્ખાએ એક ઝાડનું થડ તળેથી એવી રીતે કાપ્યું કે તે ક્યાંય ગૂંચવાયા સિવાય ખાલી જમીન પર પડે. પન ગુલામની કરામતથી તેમ નહીં પડતાં એ તો બીજાં ઝાડોની ડાંખળીમાં ભરાયું. મૂર્ખે એક વાંસ કાપ્યો કે જે વતી તે થડને જમીન ઉપર લાવી શકે. અને કેટલીક મુશ્કેલી વેઠ્યા પછી પોતાની મહેનત સફળ થઈ. હવે તે બીજા ઝાડ તરફ ગયો, અને પછી ત્રીજા ઉપર. બધામાં પુષ્કળ મહેનત પડી.

મૂર્ખાની ઉમેદ તો એવી હતી કે સાંજ પડતાં પચાસેક નાનાં ઝાડ કાપી લઈશ.પણ તેટલાં વખતમાં તેણે તો ભાગ્યે જ છ કાપ્યાં. તે ખૂબ થાક્યો હતો અને તેના પસીનાની વરાળ એટલામાં ફેલાઈ રહેલી હતી છતાં તેણે તો કામ છોડ્યું નહીં. તે બીજું ઝાડ કાપવા ગયો પણ તેને પીઠ એઅલી બધી દુખવા લાગી કે તે ઊભો ન રહી શક્યો. કુહાડી થડમાં ભરાવી રાખી જરા આરામ લેવા