પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સેતાનને ત્યાં વેચનારાઓની ભીડ બેહદ થવા લાગી. લોકો ઝપટાભેર કરો ભરવા લાગ્યા. ધન્વંતરિ ખુશ થયો ને વિચાર્યું: "મારા રાજ્યમાં નવો વેપારી ભલે આવ્યો. હવે મને વધારે પૈસા મળશે ને હું વધારે સુખ માણીશ."

આમ વિચારી ધન્વંતરિએ સુધારા આદર્યા. નવો મહેલ ચણવાનું શરૂ કર્યું. લોકોને તેણે પથરા ને લાકડા આણવાનો હુકમ કર્યો. મજૂરો બોલાવ્યા. દહાડિયું સરસ આપવાનું જાહેર કર્યું. અને પોતાના મનમાં ધારી લીધું કે લોકો હોંશે હોંશે કામ કરવા આવશે. આમાં તે ખોટો હતો એમ તેને તરત માલૂમ પડ્યું બધું લાકડું, બધા પથ્થર અને મજૂરો પેલા સેતાન વેપારીને ત્યાં પહોંચ્યાં હતાં. ધન્વંતરિએ સેતાન કરતાં વધારે પૈસા આપવાનાં કહેણ મોકલ્યાં.એટલે સેતાન તેની ઉપર પણ ચડ્યો. ધન્વંતરિ પાસે પુષ્કળ પૈસો હતો. સેતાનની પાસે તેથી વધારે હતો. એટલે સેતાન ધન્વંતરિ કરતાં વધતો જ ગયો. રાજાનો મહેલ મહેલને ઠેકાણે રહ્યો. ધન્વંતરિએ બગીચો બનાવવાની શરૂઆત કરી પણ મજૂરો તો સેતાનને ત્યાં તળાવ ખોદતા હતા. જે કંઈ વસ્તુ જોઈએ તે બધીનો જમાવ સેતાનને ત્યાં થયેલો માલૂમ પડ્યો.

ધન્વંતરિ વિચારમાં પડ્યો. કામદારો બધા સેતાનને ત્યાં જાય અને ધન્વંતરિને માગ્યા કર મળે. આથી તેની