પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

એમના પિતાનું અવસાન થતા ઇબ્ને સીનાના જીવનમાં પણ પલટો આવ્યો. આ દરમ્યાન જ બુખારાના બાદશાહનું અવસાન થતા રાજકીય અસ્થિરતાના પગલે ઇબ્ને સીનાએ બુખારા છોડી ઈ.સ. ૧૦૦૧માં ખ્વારિઝમ જવું પડયું. જ્યાં અલબિરૂની, અબૂ નશ્ર અલ ઇરાકી અને અબૂ સઈદ અબૂલખૈર જેવા વિદ્વાનોથી મળવાની તક મળી.

સુલતાન મહેમૂદ ગઝનવીને દેશો જીતવાની સાથે એના દરબારમાં વિદ્વાનો હાજર રહે એવા શોખ પણ હતો. એણે ઇબ્ને સીનાની ખ્યાતિની વાતો સાંભળી હતી. સુલતાને અલ બિરૂની અને ઇબ્ને સીનાને શાહ ખ્વારિઝમ દ્વારા કહેવડાવ્યું કે એના દરબારમાં હાજરી આપે. અલ બિરૂની તો સુલતાન મહેમૂદ ગઝનવીના દરબારમાં હાજર થયો પણ ઈબ્ને સીના ન ગયો અને ખ્વારિઝમ છોડી જરજાનનો માર્ગ પકડ્યો કારણ કે ત્યાંનો અમીર જ્ઞાનપ્રિય અને કાબેલ માણસ હતો. દુર્ભાગ્યવશ અમીર શમ્સુલ જમાલીને કેદ પકડ્યો. ઇબ્ને સીના માટે આ વિચિત્ર પરિસ્થિતિ હતી. હવે ક્યાં જવું? લગભગ ચૌદ વર્ષ ઇબ્ને સીનાએ મુશ્કેલીથી વીતાવ્યા અને ૧૦૧પમાં જરજાન છોડી ઇરાનના રે શહેરમાં સ્થળાંતર કર્યું. આ દરમ્યાન ઇબ્ને સીનાને અબૂ ઉબૈદ જરજાની જેવા શિષ્ય મળ્યો જેણે ઇબ્ને સીનાની ઘણી સેવા કરી. આ મુશ્કેલ સમયમાં ઇબ્ને સીના ક્યારે પ્રધાન, ક્યારેક ફિલસૂફ ક્યારેક રાજકીય સલાહકાર તરીકે ફરજ અદા કરતો રહ્યો તો ક્યારેક રાજકીય ગુનેગાર તરીકે બદનામી પણ વેઠવી પડી.

ઈ.સ. ૧૦૨૨ના પ્રારંભમાં અમીર અલાઉદ્દોલા અબુ જાફરની સંગતમાં રહેવાની તક મળી, જે પોતે પણ એક વિદ્વાન હતો. અમીર પોતે જ્યાં જાય ત્યાં ઇબ્ને સીનાને સાથે લઈ જતા. ઈબ્ને ફારસ સાથે યુદ્ધ થયું ત્યારે પણ ઇબ્ને સીના અમીર અલાઉદ્દોલાની સાથે જ હતો. આ દરમ્યાન ઇબ્ને સીના બીમાર પડયો અને બીમારી વધતી ગઈ. આ જ સ્થિતિમાં એ ઇસ્ફહાન અને પછી ત્યાંથી હમદાન પહોંચ્યો. અહીં આંતરડાના દર્દ (એપેન્ડીક્ષ)ની ઘાતક બીમારીથી ૨૧ જૂન ૧૦૩૭ના દિવસે આ મહાન વૈજ્ઞાનિક, તબીબ અને ફિલસૂફે દુનિયાને અલવિદા કહી. હમદાનમાં ઈબ્ને સીનાની કબર છે.

પ્રચૂર લખનારા ઈબ્ને સીનાએ ઘણીબધી રચનાઓ કરી. મોટાભાગે અરબી અને પછી ફારસીમાં લખ્યું. એમના ઘણા ગ્રંથોનો વિવિધ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યા. ઈબ્ને સીનાનું સૌથી મહાન કાર્ય તબીબી શાસ્ત્રના વિશ્વકોષ સમાન 'અલ કાનૂન ફી તિબ' ગણાય છે. જેનો ઘણી ભાષાઓ અનુવાદ થઈ ચુક્યો છે અને