પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો

કિતાબ અલ કલ્બ, કિતાબ અલ મફાસિલ, કિતાબ અલ ઈલાજ અલ ગોરબા, અલ મદખલ અલ તલીમી અને તકસીમ વ અલ તખ્સીર નામક ગ્રંથો લખ્યા જેમના મોટાભાગના ગ્રંથોનો યુરોપના વિવિધ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યા હતા.

અલ રાઝી માટે એડવર્ડ જી. બ્રાઉને કહ્યું હતું કે “બધા મુસ્લિમ ચિકીત્સકોમાં સૌથી મહાન અને સૌથી મૌલિક ચિકીત્સક અને એક લેખક તરીકે પ્રચુર ભાષામાં લખનારાઓમાંથી એક હતા. અલ રાઝીનો વિજ્ઞાનમાં ખાસ કરીને તબીબીશાસ્ત્રમાં ખૂબ ઊંડો પ્રભાવ છે.”