પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૩૧
 

તકીઉદ્દીને કેટલાક નવા સાધનો વિકસાવ્યા હતા.

(૧) મુશબ્બીલ મનાતિક (sextan) :- આ ષષ્ટાંક યંત્ર દ્વારા તારાઓ વચ્ચેના અંતરને માપી શકાતું હતું. તકીઉદ્દીન અને ટાયકો બ્રાહેના ષષ્ટાંક યંત્રો ૧૬મી સદીના ખગોળીય વિશ્વમાં મહાન શોધ ગણવામાં આવે છે. તકીઉદ્દીને શુક્રગ્રહની ત્રિજ્યા માપવાનો પ્રયત્ન કર્યો હતો.

(૨) જાત અલ અવતર :- આ સાધન તકીઉદ્દીનની મૌલિક શોધ હતી. લંબચોરસ પાયા ઉપર ચાર સ્તંભો હતા જેમાંથી પાયામાં બે સ્તંભો સાથે દોરી જોડાયેલી હતી. એક સ્તંભ જે તે ૪દેશના મૂલ્ય જેટલી હતી. દરેક ભાગઉપર કાણા પાડવામાં આવ્યા હતા. આ કાણામાંથી દોરી વડે ઓળંબો લટકાવવામાં આવતો હતો.

(૩) ખગોળીય ઘડીયાળ :- ટોલેમીએ કહ્યું હતું કે જો “હું સમયને વધારે ચોક્સાઈથી માપી શકું અથવા જાણી શકું તો વધારે ચોક્સાઈ પૂર્વકની પધ્ધતિઓ શોધી શકું.” ટોલેમીના આ સ્વપ્નને તકીઉદ્દીને પૂરું કર્યું, અને એકદમ ચોક્સાઈવાળી ખગોળીય ઘડીયાળનું જાતે નિર્માણ કર્યું. લાકડાના ડાયલવાળી આ ઘડીયાળ દ્વારા કલાક, મીનીટ અને સેકન્ડસમાં સમય જાણી શકાતો હતો. આ શોધ ૧૬મી સદીની મોટી શોધોમાંની એક ગણાતી હતી.

તકઉદ્દીન અને ટાયકો બ્રાહેના સાધનો લગભગ મળતા આવતા હતા પરંતુ તકીઉદ્દીનના કેટલાક સાધનો બ્રાહે કરતા મોટા અને વધુ ચોકસાઈ ધરાવતા હતા. દા.ત. સૂર્ય અને તારાઓના વિષુવલંબ (declination) શોધવા માટે મુરલ ક્વાડ્રન્ટ (ઊંચાઈના કોણ માપવાનું યંત્ર)નો ઉપયોગ બંનેએ કર્યો હતો. પરંતુ તકીઉદ્દીનના કોણમાપક યંત્રમાં પિત્તળના છ મીટરની ત્રિજ્યાવાળા ક્વાડ્રન્ટ હતા જેને દિવાલ સાથે જડવામાં આવ્યા હતા. જ્યારે આવું જ સાધન ટાયકો બ્રાહે પણ વાપર્યું હતું. પરંતુ એની ત્રિજયા માત્ર બે મીટર હતી.

તકીઉદ્દીને ષાષ્ટિક પધ્ધતિ (Sexagesimal) પધ્ધતિને બદલે દશાંશ પધ્ધતિનો ઉપયોગ કર્યો અને દશાંશ અપૂર્ણાકોના પાયા પર રચાયેલા ખગોળીય કોષ્ટકોનો ઉપયોગ કર્યો. તકીઉદ્દીને પૃથ્વીનું નમણ ૨૩° ૨૮' ૪૦” શોધ્યું હતું જે આધુનિક શોધના મૂલ્ય ૨૩° ૨૭' થી એકદમ નજીક છે. આ ઉપરાંત તકીઉદ્દીને સૂર્યની વાર્ષિક (apogee) નું મૂલ્ય ૬૩ સેકન્ડસ શોધ્યું છે આજના પ્રમાણે શોધયેલ ૬૧ સેકેન્ડસથી એકદમ નજીક છે. તો પણ કોપરનિકસ (૨૫ સેકન્ડસ) અને ટાયકો બ્રાહે (૪પ સેકન્ડસ)થી વધુ ચોકસાઈવાળુ મૂલ્ય તકીઉદ્દીનનું હતું.