પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૪૭
 


અંકોની અરબી પદ્ધતિનો વિકાસ મોટા ભાગે અલખ્વારિઝમીએ કર્યો હતો. આ ઉપરાંત એણે ગોળાકાર ભૂમિતિ અને ગોળાકાર ત્રિકોણમિતિમાં પણ યોગદાન આપ્યું.

યાકુબ કિન્દીએ ભૌતિક વિજ્ઞાનની પ્રકાશ સંબંધી ભૂમિતિ લક્ષી શાખા ભૌમિતિક પ્રકાશ વિજ્ઞાન (optics)માં પણ મહત્વપૂર્ણ સંશોધનો કર્યા હતા અને પોતાના પ્રયોગોના તારણોનું સંપાદન કરી પુસ્તક રૂપે બહાર પાડ્યું હતું. એના આ કાર્યથી પ્રસિદ્ધ વૈજ્ઞાનિક રોજર બેકન પણ પ્રભાવિત થયો હતો.

અલ કિન્દીએ સંગીત વિશે વૈજ્ઞાનિક સંશોધન કર્યું હતું. એમણે કથન કર્યું હતું કે સૂરોની એકરૂપતા (હાર્મની) માટે વિવિધ સૂરો ખાસ તીવ્રતા ધરાવે છે અને સૂરોની આવૃત્તિ ઉપર પણ આધાર રાખે છે. વધુમાં તેમણે સ્વરની તીવ્રતા શોધવા માટેની પદ્ધતિ પણ આપી. અલ કિન્દીએ જણાવ્યું કે જ્યારે અવાજ ઉત્પન્ન થાય છે ત્યારે હવામાં મોજા ઉત્પન્ન કરે છે જે કાનના પડદા સાથે અફળાય છે. અલ કિન્દીએ સંગીતના નવા નવા સૂરો પણ શોધ્યા હતા અને એમનું વ્યવસ્થિત વર્ગીકરણ પણ કર્યું હતું.

અલ કિન્દીએ વિવિધ વિષયોમાં ૨૪૦થી પણ વધુ પુસ્તકો લખ્યા હતા. જેમાંથી ૧૬ ખગોળશાસ્ત્ર વિશે, બાવીસ-બાવીસ તબીબ શાસ્ત્ર અને ફિલસૂફી વિશે, બાર ભૌતિક વિજ્ઞાન વિશે, ૩ર ભૂમિતિ વિશે, અગિયાર અંકગણિત વિશે, નવ તર્કશાસ્ત્ર વિશે, ચાર અંકપદ્ધતિ વિશે, સાત સંગીત વિશે અને પાંચ માનસશાસ્ત્ર વિશેનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અલ કિન્દીએ ખગોળીય સાધનો સમુદ્રી મોજા, ખડકો અને કિંમતી પથ્થરો વિશે પ્રબંધો લખ્યા.

અલ કિન્દીના મોટાભાગના પુસ્તકોનું લેટીન ભાષામાં ક્રેમોનાના જેરોર્ડ અનુવાદ કર્યા. જેમાં 'ઇખ્તિયાર અલ ઐય્યામ, અલ મોશિકી, રિસાલા દર તન્જીમ, ઈલાહિયાતે અરસ્તૂ, મદોજઝર અને અદવીયહ મુરકબ્બાનો સમાવેશ થાય છે.

આમ, જ્ઞાન વિજ્ઞાન ક્ષેત્રે અલ કિન્દીએ આપેલો ફાળો સદીઓ સુધી વિભિન્ન વિજ્ઞાનો ખાસ કરીને ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ઔષધ વિજ્ઞાન અને સંગીતશાસ્ત્રમાં આપેલો ફાળાનો હંમેશા પ્રભાવ રહેશે.

અલ કિન્દીએ તત્વચિંતન ક્ષેત્રે 'પ્રથમ દર્શન વિશે' (On first philosophy) લખ્યું, જેમાં ઇસ્લામી તત્વચિંતનનો પાયો નાંખ્યો ગણાય છે. ઇસ્લામની સાચી આત્મામાં પદાર્થોનાં સાચા રૂપને ઓળખવા અને ઐક્યની શોધમાં તથા વૈશ્વિકસત્ય