પૃષ્ઠ:Nandnika By Khabaadar.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે



નંદનિકા
ગગન ૧
 

મુક્તિ કે બંધન

જગત્યાગમાં હું તો નહીં મારી મુક્તિ ગણું,
જગત્યાગની સાથે તો તારો જ ત્યાગ થતો :
ભલે તું જગમાં નહીં થાય કદાપિ છતો,
પણ તું વિષ્ણુ ક્યાં યે રહે નહીં એક કણું;

કુરું દર્શન જ્યાં તારા વિશ્વની લીલાતણું,
ઉરે ત્યાં એવા મુક્તિનો આનંદ ઊઘડતો,
કે એ આનંદનાં લાખો બંધનમાં પડતો
નહીં યાચું કદી જગત્યાગતણું શરણું.

મારા ત્યાગનો આશ્રમ છે મારો દેહ જ આ,
તેમાં બેસી હું તારા આ વિશ્વનો યોગ કરું
લાખો દીપથી ધૂપતો આ તારા મંદિરમાં

ભજનોથી બધું ભરી દે મારો સ્નેહ જ આ;
તારી સાથે રસાનંદમાં જ્યાં હું મુક્ત ફરું,
પ્રભુ ! કેમ ગણું હું છું ત્યાં કાઈ જંજીરમાં


કથન