પૃષ્ઠ:Navo Shikshak Varta Bal Varg Mate.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૪)

________________

(૧૪) તેનામાં સારા ગુણ હતા. તે રોજ નિશાળે જતા. ૨. એક દિવસ નિશાળ છૂટી. એટલે માધવ દોડીને ઘેર જતા હતા. માધવ પાસે એક પડીકું હતું, તે તેની માને દેખાડવા સારૂ જતા હતા. તે દોડીને ઘેર આવ્યા. ૩. પડીકું તેની માને આપ્યું. માએ તે છેડવા માંડયું. તેણે તે છેડયું. તેની અંદર એક ઇનામ હતું. આ શું છે? ’ મા—“ માધવ, માધવ—“ મા, એ મને ઇનામ મળ્યું છે. ’ મા—“ શા માટે તને ઈનામ મળ્યું છે?’’ માધવ—“ મારી ચાલચલગત સારી છે, એમ મને માસ્તરે કહ્યું. પછી મને આ ઈનામ આપ્યું.’ માને આનંદ થયા. " તેણે માધવને શાબાશી આપી.