પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
નેતાજીના સાથીદારો
 

છે ? જે સામ્રાજ્ય પોતાના સૈનિકોને આમ મુંગા ઢોરની માફક બીજી સત્તાને હવાલે કરી દે છે, એ સામ્રાજ્ય પ્રત્યે હું શી રીતે વફાદાર રહી શકું? અને તરત જ તેમણે સમ્રાટ પ્રત્યેની વફાદારીની ભાવના દિલમાંથી ભૂંસી નાંખી.

જાપાની પ્રતિનિધી ફુજીવારાએ હિંદીઓને તેમની આઝાદ સેના સ્થાપવાની સૂચના કરી અને મોહનસિંહને એ માટેની કામગીરી સુપ્રત થઈ. મોહનસિંહ એ કાર્યમાં પરોવાઈ ગયા. પણ સહગલે, આઝાદ સેનામાં જોડાવાની સાફ ના પાડી. જાપાનીઓ પ્રત્યે સહગલના દિલમાં વિશ્વાસ નહતો. જાપાનીઓનો ઈરાદો, હિંદી સૈનિકોની સહાયથી હિંદ જીતીને હિંદ પર સત્તા જમાવ- વાનો તો નહિ હોયને ? હિંદ જેઓ સમૃદ્ધ દેશ જો સહેલાઈથી હાથમાં આવતો હોય તો જાપાન શા માટે જવા દે? અને જો જાપાનનો ઈરાદો એવો હોય તો બ્રિટીશરો જાય તોય શું અને ન જાય તોય શું ? હિંદને તો એક માલિક ગયો ને બીજો આવ્યો. એ માટે આપણે જાપાનીઓને મદદ કરવી ?

અને સહગલે, મોહનસિંહને આઝાદ હિંદ ફોજમાં જોડાવાની સાફ ના પાડી દીધી. પરિણામે સહગલને પોતાના સાથીઓથી અલગ પાડવામાં આવ્યા. વિખૂટા પડેલા સહગલના દિલમાં વારંવાર એ પ્રશ્ન જ ઉઠતો હતો. ‘જ્યાં સુધી જાપાનની શુભ નિષ્ઠાની આપણને ખાત્રી ન મળે ત્યાં સુધી તેના પર ઈતબાર શી રીતે મૂકી શકાય ?’

પરન્તુ મોહનસિંહના પ્રયાસો સફળ થતા હતા. વિસર્જન થયેલા હિંદી સૈનિકો, પુન: નવા ધ્યેય સાથે આઝાદ હિંદ ફોજમાં જોડાતા હતા. એમના દિલમાં શ્રદ્ધાની નવી તેજરેખા પ્રગટતી હતી. જુદી જુદી છાવણીઓમાં રહેલા હિંદી સૈનિકોને મોહનસિંહનો સંદેશો પહોંચી ગયો હતો. સહગલનો વિરોધ જ્યારે તેમના કેટલાક