આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૮]
શ્રી. જગન્નાથરાવ ભોંસલે
[કર્નલ: આઝાદ હિંદ સરકાર]
‘આઝાદ હિંદ
ફોજમાં મેં જે કર્યું
છે તે માટે, મને જરા
પણ દિલગીરી થતી
નથી. નેતાજી સુભાષચંદ્ર બોઝે અમારા
વિચારો અને નિર્ણયોમાં
ચમત્કારિક ફેરફારો કર્યાં.
તેમના તેજસ્વી વ્યક્તિત્વથી અમે આકર્ષાયા,
તેમની ચમત્કારિક કાર્યશક્તિ અને આઝાદીની
ઉગ્ર તમન્નાએ, અમારા
શુષ્ક દિલમાં નવો
પ્રવાહ વહેતો થયો.
તેમની પાછળ અમે
ખેંચાયા, અને તેમના
આદેશને વફાદાર રહીને,
અમારી માતૃભૂમિની
આઝાદી માટે જંગ
ખેલવા અમે નિર્ણય
કર્યો. જે સૈન્યમાં અમે જોડાયા, જે સૈન્યની સાથે અમે પરદેશની ભૂમિ પર ખભે ખભા મિલાવીને લડ્યા, એ સૈન્યમાંના અમારા