દિલમાં પોતાની માતૃભૂમિનું ચિત્ર પણ ઉપસ્થિત થયા જ
કરતું હતું, પણ એક લશ્કરી તરીકે તેઓ શિસ્તને મક્કમતાથી વળગી રહેતા, એટલે ક્યારેય તેઓ કાંઈ બોલ્યા નથી. માત્ર આંખો દ્વારા જે જોવા જેવું હતું તે જોયું, અનુભવ્યું અને યુરોપનો પ્રવાસ પૂરો કર્યો. યુરોપનો પ્રવાસ પૂરો થતાં જ તે રશિયાના પ્રવાસે ઉપડ્યા. રશિયાના પ્રવાસ દરમિયાન તેમને ઘણું જાણવાનું મળ્યું. રશિયાની રાજ્યવ્યવસ્થા અને રશિયાની પ્રજાના જીવનને સ્પર્શતા પ્રશ્નોનો તેમણે અભ્યાસ કર્યો.
યુરોપ અને રશિયાના પ્રવાસ દરમિયાન સ્વાધીનતાના જે શ્વાસ તેમણે લીધા હતા, તેનાં પ્રતિબિંબ તો, આઝાદ હિંદ ફોજમાં તેમણે જે ઉત્સાહપૂર્વક પોતાની ફરજો બજાવી, તેમાં પડે છે.
અમેરિકા અને જાપાનનો પ્રવાસ કરીને તેઓ હિંદ પાછા ફર્યા અને પોતાની ફરજ પર હાજર થઈ ગયા.
આ વખતે જ લશ્કરી તાલીમ માટેના સ્ટાફમાં હિંદીઓને સ્થાન નહિ આપવાની નીતિ પ્રત્યે સખ્ત ટીકા થઈ રહી હતી. લાયક હિંદીને લાયક સ્થાન મળવું જ જોઈએ. જનરલ સ્ટાફ માટેની તાલીમ લેવા માટે કર્નલ ભોંસલેને પસદ કરવામાં આવ્યા. આ તાલીમ માટે પસંદગી પામનાર, હિંદી તરીકે તેઓ પહેલા જ હતા અને સંયુક્ત પ્રાન્તના બરેલીમાં આવેલી તાલીમ શાળામાં તેમણે જનરલ સ્ટાફ માટેની તાલીમ લેવા માંડી. એ તાલીમમાં તેમને રસ પડ્યો અને સક્રિય તાલીમ લીધા પછી તેમને લેફ. કર્નલનો હોદ્દો આપવામાં આવ્યો.
આમ ઉત્તરોત્તર, જગન્નાથરાવ ભોંસલે પ્રગતિ કરી રહ્યા હતા. યુદ્ધકલાનાં વિવિધ અંગોની જે તાલીમ તેમણે આ વર્ષો દરમિયાન હાંસલ કરી હતી, એની જાણે પરીક્ષા આવી હોય એમ, યુરોપિય યુદ્ધનો દાવાનળ ફ્રાટી નીક્ળ્યો અને પરિસ્થિતિ એવી