લખાણ પર જાઓ

પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
નેતાજીના સાથીદારો
 


આવી કે એ દાવાનળ વધુ ને વધુ ઉગ્ર સ્વરૂપમાં વધુ ને વધુ પ્રદેશો પર ફેલાતો જ ગયો. એક પછી એક દેશ, દાવાનળમાં હોમાતા ગયા અને એશિયા પર એ દાવાનળ આવી પહોંચ્યો.

જાપાની પ્રતિનિધિ મંડળ જ્યારે અમેરિકામાં, મંત્રણા ચલાવવાના કાર્યમાં રોકાઈ પડ્યું હતું, ત્યારે બ્રિટિશ્ન શાહીવાદ એશિયામાંનાં પોતાનાં મથકોના રક્ષણ માટેની તૈયારીઓમાં રોકાઈ ગયો હતો. હિંદમાંની તમામ તાકાત એશિયા પર લવાઈ રહી હતી. જાપાન પણ બ્રિટનની તૈયારીઓ સામે સાવધ જ હતું અને તેણે એક બાજુ મંત્રણાઓ ચાલતી હતી, તેને ચાલવા દઈને જ, યુદ્ધમાં ઝંપલાયું. એશિયાની ધરતી પર યુદ્ધ ફાટી નીકળતાં જ બ્રિટિશ સરકારે પોતાની ચૂનંદી તાકાતને એશિયામાં મોકલી.

લેફ. કર્નાલ ભોંસલેને તેમની ગુરખા રાઈફલ ઈન્ફન્ટ્રી સાથે સીંગાપોર મોકલ્યા. સીંગાપોરના રક્ષણ માટે ગુરખા છેલ્લી ઘડી સુધી લડતા રહ્યા, પણ સીંગાપોરમાં જંગી તાકાત ખડી કરી દીધી હોવાની જે લાંબી લાંબી જાહેરાત કરવામાં આવતી હતી અને સીંગાપોરના રક્ષણ માટે જેમને મૂકવામા આવ્યા હતા તેમને પણ એવો વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે સીંગાપોરનું રક્ષણ કરવા માટે, સામ્રાજ્ય તમામ તાકાત કામે લગાવશે. સામ્રાજ્ય સીંગાપોરને એમ સહેલાઈથી છોડી દેશે નહિ.

પણ એ આશ્વાસનો ખોટાં નીકળ્યાં અને સીંગાપોરને જાપાનનું શરણું સ્વીકારવું પડ્યું. સીંગાપોરમાંની હિંદી ફોજોને જાપાની સેનાપતિને સુપ્રત કરી દઈને, અંગ્રેજો ચાલ્યા ગયા હતા. હિંદીઓની હાલત પણ એવી જ કફોડી અને વિચિત્ર થઈ પડી હતી. હિંદીઓની નિ:સહાયતા અને કફોડી હાલતનાં દિલ કંપાવનારાં દૃશ્યો, કર્નલ ભોંસલેએ જોયાં અને તેમનું હૈયું હચમચી ઊઠ્યું. હિંદિઓ પોતાના રક્ષણ માટે દોડાદોડ કરતા