લખાણ પર જાઓ

પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
નેતાજીના સાથીદારો
 


કરતા એ બધું જ થઈ જતું હતું. પૂર્વ એશિયાના ત્રીસ લાખ હિંદીઓને, નેતાજી જેવો નેતા અત્યાર પહેલાં મળ્યો ન હતો, અને હવે પછી ક્યારે મળશે એ નિશ્ચિત નથી.

સભામાં નિરવ શાંતિ પથરાય છે, ચાર ચાર કલાકથી અવિશ્રાંતપણે નેતાજી ભાષણ આપી રહ્યા છે.

ત્યાં એક વ્યક્તિ ઊભી થાય છે. એ પ્રભાવશાળી વ્યક્તિ પોતાને નેતાજી પાસે પહોંચવા માટે માર્ગ આપવા સભાસ્થાનમાં જમા થયેલાઓને વિનંતી કરે છે. એ વ્યક્તિને માર્ગ આપવા પૂરતી સભામાં સહેજ અશાંતિ થાય છે, નેતાજીની અસ્ખલિત વહેતી વાક્‌ધારામાં ઘડીક ખલેલ પડે છે.

‘કોણ છે ?’ નેતાજી સાથેની એક વ્યક્તિને પ્રશ્ન કરે છે.

‘શ્રી. બેટાઈ આપની પાસે આવી રહ્યા છે. જેમણે બે લાખની ઓફર કરી હતી.' નેતાજીને જવાબ મળે છે.

નેતાજી એમને આવકાર આપે છે. આંગતુક નેતાજી સમક્ષ મંચ પર આવીને ઊભા રહે છે અને કહે છે ‘જયહિંદ’.

‘જયહિંદ!’ નેતાજી પ્રત્યુતર આપે છે અને આંગતુકના નિર્ણયને સાંભળવાને અધિર બનેલી જનતા ‘જયહિંદ’ના ગગન ભેદી અવાજોથી વાતાવરણને ગજવી મૂકે છે.

નેતાજીના ચરણોને સ્પર્ષ કરીને આંગતુક નેતાજીને કહે છે, નેતાજી મારી મિલ્કતની પાઈએ પાઈ આપને — આઝાદ હિંદ સરકારને અર્પણ કરું છું. આપ એનો સ્વીકાર કરો એવી મારી વિનંતિ છે.’

—ને નેતાજીએ, જંગી મેદનીને, આ નિર્ણયની જાણ કરી.

આમ પોતાની મિલ્કત અર્પનાર શ્રી, હેમરાજ રણછોડદાસ બેટાઇ હતા. રંગુનની તેન્ગાજુન નામના એક પરાંમાં મળેલી એ