લખાણ પર જાઓ

પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બેટાઈ દંપતિ
૧૬૩
 


પરદેશના વસવાટના કારણે સ્વાભાવિક રીતે જ જે હિંમત આવે છે તે મોજૂદ હતાં. તેમણે શ્રી. બેટાઈનાં ત્રણે સંતાનોના જીવનમાં હૂંફ આપી, તેમના ઓશિયાળા જીવનમાં નવો ઉત્સાહ પૂર્યો અને માતા ગુમાવી બેઠેલાં એ ત્રણે સંતાનોને જાણે નવા સ્વરૂપે જ પોતાની માતા મળી હોય એવો આનંદ થયો.

દરમિયાન બર્મામાં રમખાણો જાગવા માંડ્યાં. એ રમખાણો હિંદી વિરુદ્ધનાં હતાં. અને એ રમખાણોના પરિણામે હિંદીઓના વ્યાપાર ધંધાને ઘણું સહન કરવું પડ્યું.

દરમિયાન યુદ્ધની જ્વાલાઓ ચોમેર ફેલાઈ ગઈ અને બર્મામાં લૂંટફાટ શરૂ થઈ. યુદ્ધની શરૂઆતમાં જ બર્માના વડા પ્રધાનને અટકમાં લેવામાં આવ્યા. એના પરિણામે બર્મિઝ પ્રજામાં ભારે રોષ વ્યાપી રહ્યો હતો. આ લૂંટફાટોમાં શ્રી. બેટાઈની સાંધવે અને આક્યાબમાં આવેલી બન્ને દુકાનો લૂંટાઈ ગઈ. પરિણામે શ્રી. બેટાઈને પણ સહન કરવુ પડ્યું. તેમણે જમાવેલો ધંધો ખોરવાઈ ગયો. દરમિયાન જાપાનના બોંબમારામાં તેમની રંગુનની દુકાન પણ ભોગ બની ગઈ.

આામ છતાં સ્વભાવે જ સાહસિક એવા શ્રી. બેટાઈ હિંમત હારે તેમ ન હતા, તેમણે પુનઃ પુરુષાર્થ આદર્યો અને નવાં સાધનો સાથે પોતાનો ધંધો શરૂ કર્યો અને આર્થિક સ્થિતિ સંગીન બની.

ધંધો ચાલતો હતો, વ્યાપારમાંથી લક્ષ્મી પણ પ્રાપ્ત કરી હતી, પણ બર્માભરમાં પથરાયેલા હિંદીઓ વચ્ચે કોઈ જાતનો સંપર્ક ન હતો. હિંદી વ્યાપારીઓ વચ્ચે પણ સંપ નહતો. છિન્નભિન્ન હાલતમાં તેઓ વેરણછેરણ દશામાં પડ્યા હતા.

જાપાને જ્યારે રંગુન પર પોતાની વિજયપતાકા ફરકાવી, ત્યારે રંગુનનુ રક્ષણ કરનારા અંગ્રેજો તો ક્યારનાય ભાગી ગયા હતા. જાપાનીઓના વિજય પછી રંગુનની શેરીઓ હિંદીઓના