લખાણ પર જાઓ

પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
નેતાજીના સાથીદારો
 

રક્તથી લાલ બનવા લાગી. બર્મિઝોએ હિંદી પર હુમલા કરવા માંડ્યા, તેમની માલ મિલ્કત લૂંટવા માંડી, તેમના પોતાના દેશમાં વ્યાપાર ધંધા અર્થે આવેલા, તેમના જ પાડોશીઓ સમા હિંદીઓને તે દુશ્મન જેવા ગણવા લાગ્યા. એના પરિણામે હિંદીમાં ભારે ગભરાટ વ્યાપી રહ્યો હતો. શાંતિની શોધમાં તેઓ દોડાદોડ કરતા હતા.

બરાબર એ જ સમયે સીંગાપોરમાં કેપ્ટન મોહનસિંહ આાઝાદ હિંદ ફોજની રચના કરતા હતા. એ આખાય બનાવનો કરુણ અંત આવ્યો, ત્યાં સુધી બર્માના હિંદીઓ, તેનાથી અલિપ્ત હતા. એમનામાં પ્રાણ પૂરવાનો અને તેમના વિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ તો નેતાજીના આગમન પછી થયો. આઝાદ હિંદ સરકારનું વડું મથક સીંગાપોરથી ખસેડીને રંગુનમાં લાવવામાં આવ્યું, ત્યાં સુધી બર્મામાં હિંદીઓની દેખરેખ રાખનાર કોઈ નહતું. બર્મિઝો તો તેમના પર હુમલા કરતા જ હતા, પણ જાપાનીઓ પણ હિંદી પ્રત્યે શંકાશીલ બનેલા હતા. એટલે હિંદીઓને ક્યારેક જાપાની સૈનિકો ઉઠાવી જતા હતા, તેમને અટકાયતમાં રાખવામાં આવતા હતા, નેતાજીના આાગમન સાથે જ એ સ્થિતિનો અંત આવ્યો અને હિંદીઓમાં વિશ્વાસ આવતો ગયો.

નેતાજીએ, આઝાદ હિંદ સરકારનું વડું મથક રંગુનમાં લાવ્યા પછી, સૌથી પહેલાં હિંદી વેપારીઓને મળવાનું કાર્ય કર્યું, તેમણે હિંદી વેપારીઓને હિંદની આંતરિક પરિસ્થિતિનો અને આઝાદ હિંદ સરકારની રચના, તેનો હેતુ અને એ હેતુની સિદ્ધિ માટે ઊભી કરવામાં આવેલી આઝાદ હિંદ ફોજનો સંપૂર્ણ ખ્યાલ આપ્યો. નેતાજીએ એ સભામાં જ કહ્યું, ‘હિંદની આઝાદીની લડતમાં તમે દૂર રહી શકો નહિ. તમે પરદેશમાં આવીને જે કમાયા છો, તેના પર સૌથી પહેલો અધિકાર