પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નેતાજીના સાથીદારો
 


જે ક્રાન્તિકારી ચળવળનાં બી વાવ્યાં હતાં તે વૃક્ષરૂપે ફાલીફૂલી ગયાં હતાં. અત્યાચારી ચળવળને નવા ને નવા જુવાનો મળતા જ ગયા. ૧૯૨૧માં મહાત્માજીએ હિંદી પ્રજાને અસહકારનો કાર્યક્રમ આપ્યો, ત્યાં સુધી તો દેશભરમાં ક્રાન્તિકારી ચળવળ ચાલતી હતી. મહાત્માજીએ દેશભરના અત્યાચારીઓને થોભી જવા અને અસહકારનો શાંતિમય માર્ગ અખત્યાર કરવાને અપીલ કરી. એ અપીલની અસર તો સારી જેવી થઈ જ હતી પણ અત્યાચારી ચળવળ તે દરમિયાન ધીમી ધીમી પણ ચાલતી જ હતી. એ ચળવળને દબાવી દેવામાં સત્તાવાળાઓનું દમન નિષ્ફળ ગયું હતું. સફળ થઈ, મહાસભાની નીતિ. ધીમે ધીમે મહાસભાના ઝંડા હેઠળ જુવાનો એકત્ર થતા ગયા અને છેક છેલ્લે શહિદ ભગતસીંગ પછી એ ચળવળનો લગભગ અંત આવી ગયો છે.

ગુપ્તવાસનાં આઠ વર્ષો દરમિયાન રાસબિહારી ઘોષને આશ્રય માટે ઠામ ઠામ ભટકવું પડ્યું. જર્મની જવાની અને ત્યાંથી હિંદી પ્રજાને માટે મદદ મેળવવાની યોજના તો હવે પડતી મૂકાઈ હતી. આમ છતાં તેમને જાપાનમાં જ આશરો લેવો પડ્યો; જાપાનના સત્તાધિશોથી અજાણ રીતે, જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ તે સ્થીર થતા ગયા અને પછી તો જાપાનના પ્રજાજન સમા બની રહ્યા. આઠ વર્ષ પછી તેમણે પ્રથમ જે જાહેર પ્રવૃત્તિમાં ઝુકાવ્યું તે પ્રવૃત્તિ ‘હિંદી સ્વાતંત્ર્ય સંઘ’ની સ્થાપનાની હતી. જાપાનમાં વસતા હિંદીઓનું સંગઠ્ઠન કરીને જાપાનમાંથી જગતના બીજા ભાગોમાં હિંદ વિશે પ્રચાર કરવાની અને હિંદમાં ચાલતી આઝાદીની લડતને ટેકો આપવાની પ્રવૃત્તિ તેઓ ચલાવતા રહ્યા. જાપાનિઝ યુવતિ સાથે તેમણે લગ્ન કર્યાં અને જાપાનમાં જ 'નવો સંસાર' વસાવ્યો.

હિંદ વિશે તેમણે જાપાનિઝ ભાષામાં પાંચ પુસ્તકો લખ્યાં છે. તેમ જ ડો. સુંદરલેન્ડનું ‘ઇન્ડીયા ઈન બોન્ડઝ’ નામના પુસ્તકનું જાપાની ભાષામાં ભાષાંતર પણ કર્યું છે. જાપાનના