પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


[૨]

આનંદમોહન સહાય


[મહામંત્રી; આઝાદ હિંદ સરકાર]


‘જુવાન ! તું જેમ બને તેમ જલદી દેશ ભેગો થઈ જા ! જાપાનમાં તું સ્થીર થઈ શકીશ નહિ. જગતના બીજા બધા દેશો કરતાં જાપાન જૂદા પ્રકારનો દેશ છે. અહીં હિંદીઓને સ્થીર થવું મુશ્કેલ છે. અનેક હાડમારીઓ અને યાતનાઓ બરદાસ કર્યા પછી પણ તને સફળતા મળશે કે કેમ ? એ શંકાસ્પદ પ્રશ્ન છે ! ’

'મારી સલાહ છે કે વળતી સ્ટીમરે જ, તું પાછો ચાલ્યો જા ! તારા પાછા ફરવાનું ખર્ચ હું આપી દઈશ એની ચિંતા ન કરતો.’

આશાની પાંખે ચઢીને ઊંચે ને ઊંચે ઉડ્ડયન કરતો એક હિંદી નવજુવાન જાપાનના શાહીવાદી નગર કોબેની શેરીએ શેરીએ ઘૂમી રહ્યો છે. અને જાપાનમાં સ્થીર થવું છે અને