પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આનંદમોહન સહાય
૧૯
 


૧૯૪૨માં બેંગકોકમાં પૂર્વ એશીઆના હિંદીઓની જે ઐતિહાસિક પરિષદ મળી હતી તેમાં શ્રી. સહાય જાપાન અને મંચુરીઆમાંના હિંદી પ્રતિનિધિ મંડળના નેતા તરીકે હાજર થયા હતા.

પરિષદમાં ‘હિંદ હિંદીઓ માટે’નો જે બુલંદ અવાજ ગાજતો થયો હતો અને તેના પર જે ચાર મુખ્ય વક્તાઓએ ભાષણો આપ્યાં હતાં તેમાંના શ્રી. સહાય એક હતા.

સ્વાતંત્ર્ય હિંદ સંઘનું વડું મથક હવે બેંગકોક ખાતે ખસેડવામાં આવ્યું અને શ્રી. સહાયને પ્રકાશન વિભાગની જવાબદારી સુપ્રત થઈ હતી.

કૅપ્ટન મોહનસિહે આઝાદ હિંદ ફોજની રચના કર્યા પછી જાપાનના અધિકારીઓ સાથે અથડામણ ઊભી થતાં, સ્વાતંત્ર્ય હિંદ સંઘને માટે કટોકટીની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ ત્યારના ઉકળાટભર્યાં દિવસોમાં શ્રી. સહાય તટસ્થ રહ્યા હતા.

૧૯૪૩ના જૂનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ બેંગકોક પધાર્યા ત્યારે શ્રી. સહાય ત્યાં હતા. જુલાઈમાં સીંગાપોરમાં મળેલી હિંદી નેતાઓની પરિષદમાં હાજરી આપવાને તેઓ ગયા. આ પરિષદમાં નેતાજીએ પૂર્વ એશીઆના હિંદીઓનું નેતૃત્વ ધારણ કર્યું અને સ્વાતંત્ર્ય હિંદ સંઘની પુનર્વ્યવસ્થા હાથ ધરી, ત્યારે શ્રી. સહાય તેમના સીધા સંપર્કમાં આવ્યા.

નેતાજીએ તેમની શક્તિ પિછાની અને તેમને પરદેશ ખાતાના મંત્રીપદે નિયુક્ત કર્યા, તેમ જ થાઈલેન્ડ વિભાગીય કમિટીના પ્રમુખ તરીકે પણ તેમની પસંદી કરવામાં આવી. આ વિભાગમાંના હિંદીઓને વ્યવસ્થિત કરવાનું કાર્ય તેમને માથે