પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહનવાઝખાન
૩૧
 


રાવલપીંડી એમનું જન્મસ્થાન. ૧૯૧૪ના જાન્યુઆરીની તા. ૨૪ મી તેમનો જન્મદિન. તેમનું આખુંય કુટુંબ જાણીતું અને ખાનદાન છે. તેમના પિતા લેફ. ટીક્કાખાને ત્રીસ વર્ષ સુધી લશ્કરમાં સેવા બજાવી હતી, એ કુટુંબ પેઢીઓ થયા સામ્રાજ્યને પોતાની સેવા આપી રહ્યું છે. લશ્કરી ખુમારી અને ફનાગીરીના પાઠ તો, એમને બાલવયમાં જ, કુટુંબના વારસા તરીકે મળ્યા હતા.

જાટ જાતિના અને એ કુટુંબનો વીરત્વનો વારસો હતો, અને શાહનવાઝ પણ, વીરત્વનો ઇતિહાસ સર્જે એવાં એમનાં કુટુંબીઓની સ્વાભાવિક ઇચ્છા હતી, ઘર આંગણે પણ શસ્ત્રોની સોબત કરતાં, પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યાં પછી, પિતાનું ૧૯૨૩માં અવસાન થયા પછી કાકા અને બીજા કુટુંબીજનોએ તેમને લશ્કરી તાલીમ આાપવાનો નિશ્ચય કર્યો. શાહનવાઝ સામે ઉજ્જવળ કારકીર્દિ પડી હતી. એમનેય પોતાના પૂર્વજોની માફક હથિયારો સાથે મોહબ્બત હતી. મેદાન પર પહોંચવાના કોડ હતા અને તેમને ૧૯૨૬માં દહેરાદૂનની લશ્કરી તાલીમ શાળામાં મૂકવામાં આવ્યા. ત્યાં તેઓ સફળ કારકીર્દિ પામ્યા અને ૧૯૭૨માં ઇન્ડિયન મિલિટરી એકેડેમીનો કોર્સ પૂરો કર્યો. અને ૧૯૩૬માં તેઓ ઇન્ડિયન લેન્ડ ફોર્સ સર્વિસમાં જોડાયા. એમની કાબેલીયત માંગતી હતી, પ્રગતિ: અને એક જ વર્ષ પછી ૧૯૩૭માં તેમને ૧૪ મી પંજાબ, રેજીમેન્ટમાં મૂકવામાં આવ્યા.

એમને મોરચા પર લડવાના કોડ હતા. અત્યાર સુધી હિંદી ફોજને માટે કોઈ કાર્ય ન હતું. સરકાર મોટી ફોજો પાછળ લાખોનો ધૂમાડો કરતી હતી. એ ફોજોને માટે કોઇ બીજું કાર્ય ન હતું પણ યુદ્ધનો દાનાવળ ફાટી નીકળ્યો અને હિંદને પણ, બ્રિટને હિંદની ઈચ્છા વિરુદ્ધ અને પૂછ્યા વિના જ યુદ્ધમાં ખેચ્યું, હિંદની તાકાતને, યુદ્ધમાં વિજય હાંસલ કરવા માટે કામે લગાડવામાં આવી. હિંદની ફોજોને દરિયાપારનાં દૂર