પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
નેતાજીના સાથીદારો
 

દૂરનાં મથકો પર મોકલવામાં આવી. હિંદી ફોજોએ વીરતાનો ભવ્ય ઇતિહાસ સર્જ્યો છે.

પૂર્વ એશિયામાં ગયેલી એ હિંદી ફોજોને જાપાની ફોજોનો સામનો કરવો પડ્યો, પણ યુદ્ધનું પલ્લું જાપાનને પક્ષે નમતું હતું, જાપાનની તાકાત વધુ હતી, એ સ્થિતિમાં હિંદી ફોજોના અંગ્રેજ અફસરો, હિંદી ફોજોને જાપાનને શરણે મૂકીને સલામત રીતે પલાયન થઈ ગયા, તેમને માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે, ‘તમે સ્વતંત્ર છો. તમને યોગ્ય લાગે તેમ કરો’ અને ૧૫મી ફેબ્રુઆરીના રોજ તેમને શરણે જવું પડ્યું.

ને જાપાની ફોજોએ હિંદી ફોજોનો કબજો લીધો. હજારો હિંદી સૈનિકોને જાપાની સેનાપતિની દયા પર છોડી દેવામાં આવ્યા. પારવગરની મુશ્કેલીઓ તેમના માર્ગમાં હતી. જાપાનિઝો તેમને પોતાના હિત માટે ઉપયેગમાં લેવા માગતા હતા.

જાપાની યુદ્ધ કેદીઓની છાવણીમાં પૂરાયેલા હિંદી સૈનિકોને જાપાની સેનાપતિને હવાલે કરતાં બ્રિટિશ સેનાપતિએ કહ્યું હતું કેઃ

‘તમે હવે જાપાની સેનાપતિના હાથમાં છો, અત્યાર સુધી તમે જે રીતે અમારો હુકમ સ્વીકાર્યો છે એવી જ રીતે હર્ષથી તમે જાપાનિઝ સેનાપતિનો હુકમ માનજો !’

પણ જાપાનિઝ સેનાપતિએ તેમને કેપ્ટન મોહનસિંહના હાથમાં મૂકતાં, મોહનસિંહે આઝાદ હિંદ ફોજની રચના કરી. કેદ પકડાએલા હિંદી સૈનિકોમાંથી કેટલાક એ માઝાદ ફોજમાં જોડાયા, પણ કર્નલ શાહનવાઝ ત્યારે એ પ્રવૃતિ તરફ આકર્ષાયા નહોતા. એમને મોહનસિંહ પ્રત્યે શંકા હતી. જાપાનના હાથમાં તેઓ રમતા હોય એવો વહેમ હતો. કેપ્ટન મોહનસિંહને પૂરી સફળતા ન મળી એની પાછળ મહત્ત્વનું