પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
શાહનવાઝખાન
 

કારણ એ હતું. કે આઝાદ ફોજના વ્યવસ્થાપક અને જાપાની સત્તા વચ્ચે સમાન મોભો નહતો. જાપાનની દાનત શુદ્ધ ન હતી એ એક વાત હતી અને જાપાનિઝોની સામે થઈને, પોતાનું ધાર્યું કરાવી શકે એવી શક્તિ કૅપ્ટન મેાહનસિંહમાં નહતી અને સ્વ. રાસબિહારી ઘોષમાં પણ નહતી; એટલે ગીરફતાર થયેલા હજારો હિંદીઓના દિલમાં વસવસો હતો.

કૅપ્ટન મેાહનસિંહે આાઝાદ ફોજનુ વિસર્જન કરવાનો નિર્ણય કર્યો અને જ્યારે પરિસ્થિતિ એવી હદે પહોંચી હતી કે ફરીને તમામ હિંદી સૈનિકાને જાપાનની છાવણીઓ વચ્ચે જ પૂરાઈ જવું પડે, પણ રાસબિહારી ઘોષે, નેતાજીને જર્મનીથી તેડાવ્યા ને આખુંય સૂકાન તેમના હાથમાં સુપ્રત કર્યું.

નેતાજીએ પરિસ્થિતિનો અભ્યાસ કર્યો, હિંદની પરિસ્થિતિનું સાચું ચિત્ર પહેલી જ વાર નેતાજીની તેજસ્વી વાણીમાં દોરાયું. પૂર્વ એશિયાના ત્રીસ લાખ હિંદીઓને પહેલી જ વાર, પોતાની માતૃભૂમિના કરુણ ચિત્રનું દર્શન થયું. નેતાજીના વાણીપ્રવાહે, તેમની સાથે જોડાએલા હજારોએ સર્વસ્વનું સમર્પણ કર્યું છે. એ સમર્પણની અણખૂટ ધારામાં તણાઈ આવનારાઓમાં શાહનવાઝખાન પણ હતા. નેતાજી સાથે જોડાવાના તેમણે નિર્ણય કર્યો, એ ઐતિહાસિક પળનું સ્મરણ કરતાં તેઓ જણાવે છે કે, ‘જ્યારે મે આઝાદ હિંદ ફોજમાં જોડાવાનો નિર્ણય કર્યો ત્યારે સર્વસ્વનો ભોગ આપવાનો મારો નિર્ણય હતો, મારું જીવન, મારું ઘર, મારા કુટુંબને અને રાજાને વફાદાર રહેવાના કુટુંબની પેઢી દર પેઢીના વારસાનો પણ ભોગ આપવાનો નિશ્ચય કર્યોં હતો. મારો ભાઈ પણ જે મારા માર્ગમાં આડો આવીને ઊભા રહે તો, તેની સામે પણ લડવાનો મારો નિશ્ચય હતો.’

નેતાજીએ આઝાદ હિંદ સરકારની સ્થાપના કરી અને કર્નલ શાહનવાઝખાનને પ્રધાનમંડળમાં લશ્કરી મંત્રીનો અગત્યનો