પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
નેતાજીના સાથીદારો
 

હોદ્દો આપવામાં આવ્યો. એ હોદ્દાનો સ્વીકાર કરતાં તેમણે શપથ લીધા હતાઃ ખૂદાને સાક્ષી રાખીને. જે પ્રતિજ્ઞા હજીય તેઓ કાયમ રાખી રહ્યા છે તે પ્રતિજ્ઞા આ હતી.

‘ખૂદાને નામે, હું પ્રતિજ્ઞા કરું છું કે હિંદની અને હિંદના મારા ૩૮ કરોડ દેશબાંધવોની આઝાદી માટે અમારા નેતા સુભાષચંદ્ર બોઝને હું સંપૂર્ણ પણે વફાદાર રહીશ અને આઝાદી માટે હું મારી જિંદગીની કુરબાની કરવાને સદાકાળ તત્પર રહીશ.’

નેતાજીએ,કેપ્ટન મોહનસિંહે વિખેરી નાંખેલી આઝાદ હિંદ સેનાની પુનર્વ્યવસ્થાનું કામ, કર્નલ શાહનવાઝને સુપ્રત કર્યું. નેતાજીના દિલમાં શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો કે, કર્નલ શાહનવાઝ જેવા કાબેલ પુરુષને હાથે હિંદી સૈનિકોનું જે સંગઠ્ઠન થશે તે મજબૂત થશે.

કર્નલ શાહનવાઝખાને પૂર્વ એશિઆના પ્રદેશોમાં ઘૂમીને, માત્ર હિંદી સૈનિકો જ નહિ પણ નાગરિકોના દિલમાં પણ વતન પ્રત્યેનો જુસ્સો જાગ્રત કર્યો. દેશની આઝાદીની મહોબત જાગ્રત કરી. આઝાદ હિંદ ફોજ વધુ વધુ સંગઠ્ઠીત બની રહી અને તેની વધુને વધુ ટુકડીઓ ઊભી થતી રહી.

કર્નલ શાહનવાઝખાનને, મોરચા પર વિદાય દેતાં નેતાજીએ ઉપરના શબ્દોમાં, પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ત્રિરંગી ઝંડો સુપરત કર્યો હતો.

વીરત્વનો નવો ઇતિહાસ એ પુરુષે સર્જ્યો. સ્વદેશભક્તિનાં, ધૈર્યનાં અને શૌર્યનાં, નવાં સીમાચિહ્નો એ વીર પુરુષે ઊભાં કર્યાં.

ચીની ટેકરીઓમાંથી કર્નલ શાહનવાઝ પોતાની ફોજોને દોરવણી આપી રહ્યા છે.

આઝાદ ફોજને અટકાવવાની જવાબદારી, બ્રિટિશ લશ્કરી સત્તાવાળાઓએ કર્નલ શાહનવાઝના ભાઈને સુપ્રત કરી અને